________________
પ૦
વેરનો વિપાક દાસી પાસેથી પોતાનો પુત્ર પાછો લીધો. શિશુના સ્પર્શ માત્ર એના હૈયામાં દબાઈ રહેલો વાત્સલ્યનો ઝરો વહાવી દીધો. સ્વપ્રમાં કે દોહદમાં આ બાળકનો શું વાંક હતો ? ખરેખર પોતે ક્ષણિક આવેશમાં આવી જઈ પુત્રનો સદાને માટે ત્યાગ કરવા અને માં સરખું પણ ન જોવાનો નિશ્ચય કરી બેઠી હતી, તે એક પ્રકારના દુર્બળ મનોભાવનું જ ધુમ્મસ હતું એવી એને ખાત્રી થઈ. સિંહ મહારાજાના ઉપદેશે એ ધુમ્મસ જોતજોતામાં વીંખાઈ ગયું. માતૃવાત્સલ્યનો સૂર્ય ઝળહળી ઊઠ્યો.
“મેં બનતાં લગી મરતાને મર પણ કહ્યું નથી, પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા અને મમતા જ કેળવી છે. મારી કૂખે કુપુત્ર કેમ હોઈ શકે ?” એમ વિચારી તે નિશ્ચિત બની.
(૨) વિરાગ કે નિર્મળ ઉપશમ માત્ર ધર્મમંદિરોમાં જ જાગે એવો નિયમ નથી. રણક્ષેત્ર ઉપર, જયાં રક્તપિપાસા પોતાનું ખપ્પર ભરવા યોદ્ધાઓને વિજય કે સ્વર્ગપ્રાપ્તિનો કેફ ચડાવતી તાંડવ ખેલતી હોય છે, ત્યાં ક્વચિત્ વિરાગનું શ્વેતપદ્મ એકાએક ખીલી ઊઠે છે.
મહારાજા સિંહે સૈનિકોને આદેશ કર્યો છે કે કોઈએ જરા જેટલી પણ ઉતાવળ કરવાની નથી. સૈન્યની છાવણીમાં કોઈએ આવેશમય વાતાવરણ સર્જવાની જરૂર નથી અને જ્યાં સુધી પોતાનો બીજો આદેશ ન મળે ત્યાં સુધી કોઈએ શસ્ત્રાસ્ત્રનો સ્પર્શ સરખો પણ ન કરવો.
સેનાપતિ અને સૈનિકોને પણ થયું કે સિંહ મહારાજની બુદ્ધિ બહેર મારી ગઈ છે. વાતવાતમાં હવે વિચિત્ર આદેશ કાઢે છે. સમરાંગણમાં ઉન્મત્ત થઈને ન ફરીએ તો શું ઘર કે બજાર વચ્ચે ફરીએ ? અને શસ્ત્રને હાથ અડાડવાની જ મનાઈ કરવી હતી તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org