________________
૪૦
વેરનો વિપાક કુલપતિ ઊઠીને ઊભા થયા, સામે ગયા અને પૂરેપૂરા સન્માનપૂર્વક આશ્રમમાં લઈ આવ્યા. કેવી કેવી આશાઓ એ કુલપતિએ બાંધી હશે તે તો કોણ જાણે, પણ જે ક્ષત્રિયકુમારે રાજઋદ્ધિનો ત્યાગ કરી સંન્યાસ સ્વીકાર્યો છે, તે આ આશ્રમને અજવાળશે, પોતાની તપશ્ચર્યાના પ્રભાવે આશ્રમને તીર્થભૂમિ બનાવશે, આશ્રમની સઘળી આકાંક્ષાઓને મૂર્તિમંત બનાવશે, એવા સ્વાભાવિક મનોરથ એને સ્કુર્યા હશે.
ભગવાનને ઉદેશીને એ કહેવા લાગ્યો : “પધાર્યા છો તો અહીં જ રહી જાઓ... અહીં બીજા ઘણા તપસ્વીઓ છે. આ આશ્રમને સર્વથા વિઘરહિત સમજજો. ધ્યાન માટે આવી એકાંત અને અનુકુળતા બીજે નહિ મળે.”
મહાવીર તો એ વખતે એક રાત્રિ જ રોકાયા, પણ ચાતુર્માસ માટે સ્થિરતા અંગે આ સ્થાન અનુકૂળ થશે, એમ એમની ધારણા બંધાઈ એમણે કોઈને વાત ન કરી, પણ ચાતુર્માસ શરૂ થયે પોતે અહીં આવશે, એવી ધારણાપૂર્વક ત્યાંથી તરત જ વિહાર કરી ગયા.
એ પછી જ્યારે ચાતુર્માસ માટે આ તપોવનમાં મહાવીર પ્રભુ આવ્યા ત્યારે પણ કુલપતિએ પૂરેપૂરા સભાવ સાથે એક ઝૂંપડી કાઢી આપી.
ચાતુર્માસનો આરંભ થયો, પણ હજી વર્ષા નહોતી વરસી, તેથી આશ્રમના તેમજ અડખેપડખેના ઢોરોને ખાવા માટે પૂરું ઘાસ મળતું નહોતું. ભૂખની મારી કેટલીક ગાયો, આ આશ્રમવાસીના ઝૂંપડાનું ખડ ખાવા દોડી આવતી, તાપસો ગાયોને લાકડીથી મારીને હાંકી કાઢતા. એક માત્ર ભગવાન મહાવીર પોતાની ઝૂંપડીને બચાવવાનો કોઈ પ્રયત્ન નહોતા કરતા. તાપસોને આ નવો આગંતુક કદાચ વિચિત્ર અથવા આળસુ જેવો જ લાગ્યો હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org