________________
ખંડ પહેલો
૩૯
(૯) પ્રાચીન ઇતિહાસ ઉપર જોકે ગાઢ ધુમ્મસના થર આજે છવાયેલા પડ્યા છે, છતાં એ ધુમ્મસની વચ્ચે તપોવનો, તપસ્વીઓ અને વિશ્વકલ્યાણકામી નરપુંગવોની જ્યોતિ ઝળહળતી દેખાય છે. જે વખતની આ વાત કહેવાય છે, તે વખતની સભ્યતા અને સમૃદ્ધિની કાવ્યમય પ્રશસ્તિઓની વાત જવા દઈએ; તથાપિ પ્રકાશ, જ્યોતિ કે દીતિની પાછળ તલ્લીન બની, એની જ એકમાત્ર ઉપાસના કરનારો વર્ગ નાનોસૂનો નહોતો. તપ વિના તરવાનો બીજો ઈલાજ નથી, એટલી એક વાત એમને બરાબર સમજાઈ હતી અને જ્ઞાનની ચર્ચા પણ ઠેકઠેકાણે ચાલતી. એના પરિણામે સંસ્કારી પ્રદેશોમાં તપોવનો વટવૃક્ષોની જેમ ઊગી નીકળ્યા હતા.
ભગવાન મહાવીરના જીવન સંબંધી જે વિગતો મળે છે, તેમાં દીક્ષા લીધા પછી એમણે મોરાગ સન્નિવેશ પાસેના દૂઈજ્જત આશ્રમમાં થોડી સ્થિરતા કરેલી હોવાનું જણાય છે. મોરાગ સન્નિવેશ નામ ઉપરથી જ લાગે છે કે એ બહુ મોટું શહેર નહિ હોય, નાનું ગામડું પણ નહિ હોય; માત્ર નેસ કહી શકાય એવું સ્થાન હશે. કદાચ શાંતિ, એકાંત અને કુદરતી રમ્યતાને લીધે ત્યાં દૂઈજ્જત આશ્રમ ઊગી નીકળ્યો હોય.
ભગવાન મહાવીરે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં જ્વલંત શર્મા નામે આશ્રમપતિ રહેતો હતો. મહાવીર પ્રભુના પિતાની સાથે એને કંઈક પણ સંબંધ હોવો જોઈએ. એટલે કે આ આશ્રમ સંચાલકો, એમના સમયના કર્તાહર્તા જેવા ગણાતા અધિકારીઓ સાથે સંપર્ક રાખતા અને ક્ષત્રિયો, રાજવીઓ એમને સહાય કરતા. જનસમુદાયનો સદ્ભાવ એ આશ્રમોની સંપત્તિ હતી.
ભગવાન મહાવીરને દૂરથી આવતા જોઈને દૂઈજ્જત આશ્રમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org