________________
૩૮
વેરનો વિપાક
આચાર્યને થયું કે આ તપસ્વીને પોતાના તપની પણ કંઈ કિંમત નથી. વેરવૃત્તિએ આજે એને ઉન્મત્ત બનાવ્યો છે. એકલી તપશ્ચર્યા, વિવેક કે અંતઃશુદ્ધિ વિહોણી તપશ્ચર્યા આ રીતે જ માનવીને કચડી નાખે છે. તપનું અભિમાન, તપથી મેળવેલું બળ આજે અગ્નિશર્માને કાળજવરરૂપ પરિણમ્યું છે. એને બચાવવાનું કામ એટલું સુસાધ્ય નથી.
વૃદ્ધ કૌડિન્ય ઊંડો નિ:શ્વાસ નાખી ઊભા થયા. જતાં જતાં પૂછ્યું : “બસ. નિર્ણય કરી નાખ્યો છે ? રાજવીને ક્ષમા આપવા જેટલી ઉદારતા પણ નહિ દાખવી શકો, તપસ્વી ? હું તમારા હિતૈષી તરીકે સલાહ આપું છું કે તપથી મેળવેલી આ ઋદ્ધિ વેડફી ન નાખો ”
આપ જાણો છો કે મારો નિર્ધાર અચળ હોય છે. મેં આ જ દર્ભના આસન ઉપર, આમ ને આમ ભૂખ્યા-તરસ્યા રહીને પ્રાણ વિસર્જન કરવાનો નિશ્ચય કર્યો છે. હું રાજવીને ક્ષમા આપી શકતો નથી. જે થવાનું હોય તે થાય. વેર મારો મુદ્રાલેખ છે.”
અગ્નિશર્મા સાથે વધુ વાત કરવાની આચાર્ય કૌડિન્યને હવે જરૂર ન જણાઈ. તપના આવા અધપાતે એમની મુખમુદ્રાને મલિન બનાવી દીધી.
ગુણસેનને એમણે સઘળી પરિસ્થિતિ જણાવી. અગ્નિશર્મા પાસે જવાથી તો એના વેરમાં ધૃતાહુતિ થશે, એમ કહી એમને પાછા વાળ્યા. ગુણસેન પણ પોતાની ભૂલોનો પશ્ચાત્તાપ કરતો અને મનમાં ને મનમાં તપસ્વીની ક્ષમા યાચતો પોતાને મહેલે આવ્યો.
0
0
0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org