________________
ખંડ પહેલો
કુલપતિએ મહાવીરને સમજાવવા માંડ્યું : “ક્ષત્રિયો તો પરાપૂર્વથી પૃથ્વીનું રક્ષણ કરતા આવ્યા છે. તમારે બીજું કંઈ વધારે નહિ તો આ ઝૂંપડી સાચવવી જ જોઈએ. પંખીઓ પણ પોતાના માળા જીવના જોખમે નથી જાળવતા ?”
ભગવાન મહાવીર એ કુલપતિનો આશય સમજી ગયા અને પોતાને વિશે અપ્રીતિ ઊપજે એવા સંયોગો જોઈને એમણે એ આશ્રમનો ત્યાગ કર્યો.
સંસારની સર્વ ગડમથલનો ત્યાગ કરવા છતાં આ તાપસી, આશ્રમનો, ઝૂંપડીઓનો મોહ મૂકી શક્યા નહોતા. ગાયોને પાછી વાળવા લાકડીઓનો છૂટથી ઉપયોગ કરતા. એમને એમાં કોઈ પ્રકારનો સંકોચ નહોતો.
કનકલ આશ્રમ અને એ આશ્રમના મુખ્ય પુરુષ ચંડકૌશિકની વાત એ કાળના તપોવનો અને તપસ્વીઓના પ્રતીક સમી છે એમ કહી શકાય.
કનકખલ આશ્રમનું જે વર્ણન આપવામાં આવ્યું છે, તે ઉપરથી સુવર્ણકુલાના કિનારે આવેલું આ ધામ ભારે ખ્યાતિ ધરાવતું હોય એમ લાગે છે. સર્વશ્રેષ્ઠ તપોવન પૈકી એની ગણના થતી હશે.
કપૂર, તમાલ અને બીજા વિરલ વૃક્ષોની છાયા આ આશ્રમ ઉપર અહોનિશ ઢળેલી જ રહેતી. હોમ-યજ્ઞ તો એટલા બધા થતા કે આશ્રમનાં વૃક્ષોનાં પાન પણ ધુમાડાને લીધે કાળાં જેવાં બની ગયાં હતાં.
કૌશિક એ આશ્રમના કુલપતિ હતા. સ્વભાવે જરા ક્રોધી હોવાથી એમના પરિચિતો એમને ચંડકૌશિક તરીકે ઓળખતા. કૌશિકને પોતાના આશ્રમ પ્રત્યે એટલો બધો મોહ હતો કે આશ્રમના ફળફૂલને કોઈથી હાથ અડાડી શકાતો નહિ. કોઈએ ફૂલ ચૂંટ્યું હોય તો પણ કૌશિક ધુંવાપુવા થઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org