________________
S
વેરનો વિપાક
એક દિવસે કેટલાક ક્ષત્રિય કુમારોએ, કુલપતિને ખીજવવા માટે જ કેટલાંક નાનાં-મોટાં ઝાડ ઉખેડી નાખ્યાં. કૌશિક એ વખતે આશ્રમના બાગની વાડ સુધારવા કાંટાળા જાળા-જાખરા લેવા જંગલમાં દૂર ગયા હતાં. એમણે આવીને જોયું તો આશ્રમનાં કેટલાંક વૃક્ષો ઉખડી પડેલાં, કપાયેલાં, બેડોળ બનેલાં નિહાળ્યાં. તેઓ ક્રોધાવેશમાં પેલા ક્ષત્રિયકુમારોની પાછળ દોડ્યા. રસ્તામાં કોઈ પૂંઠા સાથે અથડાવાથી મૃત્યુ પામ્યા. એ જ કૌશિક એ જ આશ્રમમાં સર્પરૂપે અવતર્યા. ભગવાન મહાવીરે એમને ઉપદેશ આપી સન્માર્ગે વાળ્યા.
આ આશ્રમવાસીઓ, તાપસી આકરી તપશ્ચર્યા કરતા, પણ એ તપશ્ચર્યાના તેજને ક્રોધ, મોહ, મમતાનો રાહુ જોતજોતામાં ગળી જતો. ટીપે ટીપે એકઠી કરેલી શક્તિ અને સિદ્ધિનો ક્રોધ એક પળમાં કોળિયો કરી જતો.
તાપસોના આ સમુદાયોને ભગવાન મહાવીરે સમ્યગ્દષ્ટિ આપી. પ્રશમરસનો મહિમા પ્રબોધ્યો. કક્રિયા કરી, દેહને નીચોવી નાખનારા સાધકોને આજ સુધી અગોચર રહેલી દિવ્ય જ્યોતિનાં દર્શન થયાં. અગ્નિશર્મા એ દૃષ્ટિથી વંચિત જ હતો. આ ભવમાં તો એ ગુણસેનને કોઈ રીતે હેરાન કરી શકે એવું નહોતું. જિંદગીના છેલ્લા શ્વાસ લેતાં લેતાં પણ એણે, અંતરમાં ઊગી નીકળેલા રોષનું ક્ષાલન ન કર્યું, અનુલોચના, આલોચના કે ક્ષમાપનાનું શરણ ન સ્વીકાર્યું. કિલ્લાની ભાવના સાથે એણે ખોળિયાનો ત્યાગ કર્યો.
ગુણસેને આ વાત સાંભળી. એને પોતાની ભૂલ માટે પારાવાર પસ્તાવો થયો. પરંતુ આજે એ નિરુપાય હતો. એણે તપસ્વીને એક દિવસે કુતૂહલવૃત્તિથી પજવ્યા હતા. બીજી વાર એવો કોઈ ઈરાદો ન હોવા છતાં પોતાની અસાવધતાથી એ જ તપસ્વીને ભૂખથી રિબાવ્યા હતા. હવે પોતાના શ્વસુરનું આ રાય, આ સ્થાન એને અરુચિકર થઈ પડ્યું. પિતાની ભૂમિમાં જઈ આત્મચિકિત્સા કરવાનો એણે નિર્ણય કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org