________________
ખંડ પાંચમો
૧૧૩ એક દિવસે પુરુષસિંહે પ્રસંગોપાત વાત નીકળતાં કહ્યું : “બેટા, મને એક જ વાતનો ખેદ રહ્યા કરે છે, ઉજજૈનીની ગાદી ઉપર હજી કોઈ તારા જેવો વિરાગી નથી આવ્યો. રાજ-પરંપરાનો વારસો તું શી રીતે સંભાળી શકશે ?”
“જે થતું આવ્યું છે તે જ થયા કરે તો બાપુજી, દુનિયા કેટલી કંગાળ બને ? અભણ પિતાનો પુત્ર જો નિશ્ચય કરે કે મારા કુળમાં કોઈ ભણ્યું નથી, બધા અભણ રહ્યા છે માટે મારે પણ અભણ જ રહેવું અને ગરીબ માતા-પિતાનો પુત્ર જો નિશ્ચય કરે કે મારા માબાપ ગરીબ છે, માટે મારે પણ ગરીબ જ રહેવું, કુળપરંપરાને શ્રીમંત-ધનવાન બનીને ડાઘ ન લગાડવો, તો દુનિયા એક ગંધાતા ખાબોચિયા જેવી જ બની જાય. જે નથી બન્યું તે કદી બને જ નહિ, એ નિર્ણય તર્કથી પણ દૂષિત છે. ઉજ્જૈનીના વારસાને હું મારા પુરુષાર્થથી વધુ ઉજ્જવળ બનાવીશ, એમ આપને ન લાગે તો તેમાં તમારો નહિ, મિથ્યામોહનો જ દોષ છે.” જરાય ઉશ્કેરાયા વિના જાણે પોતે જ પોતાને સંબોધીને બોલતો હોય તેમ સમરાદિત્યે કહ્યું.
પણ ભોગોપભોગના વિષયમાં તું આટલો ઉદાસીન કેમ દેખાય છે ?” પિતાએ પૂછયું.
ભોગપભોગ અને ઐશ્વર્યમાં મને મુદલ રસ નથી રહ્યો એમ તો હું શી રીતે કહી શકું ? પણ ભોગ કે ઐશ્વર્ય તરફ જેવો હાથ લંબાવું છું, એને અપનાવવા જઉં છું, એ જ વખતે જાણે કે કોઈ મોટો ડુંગર માથા ઉપર ડોલતો હોય, એની શિલાઓ ધસી પડતી હોય અને હું એની નીચે ગુંગળાઈ મરતો હોઉં એવું દૃશ્ય મારી નજર આગળ ખડું થાય છે. ભોગ અને ઐશ્વર્યના સાણસામાં સપડાયેલાં અસંખ્ય સ્ત્રી-પુરુષોને એ ડુંગરની શિલાઓના ભાર નીચે છુંદાતાં-રોતાં-કકળતાં અને સર્વનાશ વહોરતાં મારી આંખે હું જોઉં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org