________________
૧૧૪
વેરનો વિપાક
છું. ભોગ-ઐશ્વર્યનું આકર્ષણ નથી ગમતું એમ નહિ, પણ પરિણામે જે બૂરી દશા થાય છે, તેનાથી જ હું કંપી ઊઠું છું. મારા ઔદાસીન્યનું કારણ પણ એ જ છે.”
એ રીતે સમરાદિત્ય વિદ્વત્તા કે પાંડિત્યનો દંભ કર્યા વિના સરળભાવે પિતાને પોતાની સ્થિતિ સમજાવવા પ્રયત્ન કરતો.
એક વાર એવું બન્યું કે પિતા-પુત્ર બેઠા હતા, ત્યાં મધ્યાહ્નની શાંતિને વલોવતું અણધાર્યું આક્રંદ સંભળાયું. સમરાદિત્ય અને પુરુષસિંહની વાતચીતમાં ભંગ પડ્યો.
તપાસ કરતાં પુરંદર નામનો ભટ્ટ અચાનક મરવા પડ્યો હોય અને તે સાથે એના ઘરનો એક કૂતરો પણ છેલ્લાં ડચકાં ખાતો હોય એવી હકીકત મળી.
સાજો-સારો-નીરોગ અને ખડતલ નવયુવાન-પુરંદર એકાએક શી રીતે મૃત્યુની દાઢમાં સપડાયો હશે અને સાથે કૂતરો શા સારુ સહગમન કરતો હશે, એ પુરુષસિંહથી ન સમજાયું. સમરાદિત્યને થયું કે આમાં ક્યાંય પણ મેલી રમત છે, છૂપું કાવતરું હોવું જ જોઈએ. પણ એમ ઉતાવળે અભિપ્રાય આપવો ઠીક નહિ. એણે માત્ર એટલું જ કહ્યું : “પિતાજી, હું માનું છું કે પુરંદરને અને કૂતરાને કોઈએ ઝેર આપ્યું છે. એમને બચાવવા હોય તો આપણા રાજવૈદ્યને મોકલો.”
પુરુષસિંહે એ સૂચના માન્ય રાખી. રાજવૈધે ચાંપતા ઇલાજ લઈને બંનેને વિષમુક્ત કર્યા. બંને બચી ગયા.
સમરાદિત્યની દીર્ધદષ્ટિ માટે પુરુષસિંહને માન ઊપસ્યું. કોઈને નહિ, સમરાદિત્યને જ આ વિષપ્રયોગની છૂપી વાત કેમ સૂઝી આવી ?
પુરુષસિંહના જવાબમાં, સંસારની સામાન્ય ઘટમાળ ઉપરથી બંધાયેલો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં સમરાદિત્યે કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org