________________
૧૧૫
ખંડ પાંચમો
“સામાન્ય રીતે પરસ્પરના રાગ-દ્વેષને લીધે આવાં કાવતરાંઓ રચાય છે. પુરંદરની સ્ત્રી સિવાય એના ભોજનમાં વિષ કોણ ભેળવે અને વિષપ્રયોગ સિવાય પુરંદર જેવો યુવાન મૃત્યુશધ્યા ઉપર કેમ પડે ? કૂતરાની વાત જોકે બરાબર સમજાય એવી નથી. પણ ઘણીવાર ઘરના નાના જંતુઓ, પશુ-પ્રાણીઓ વગેરે આપણા પૂર્વના સ્નેહી-સંબંધી કે રાગી હોય છે. અજ્ઞાનના પડદા વચ્ચે આવે છે, તેથી આપણે તેમને ઓળખી શકતા નથી. ઘણીવાર આપણી શાંતિ કે વ્યવસ્થામાં તે વિઘરૂપ લાગે છે. શ્વાનને ઝેર આપવામાં પુરંદરની સ્ત્રી આવી જ કોઈ લાગણીથી પ્રેરાઈ હશે. એ સ્ત્રી પોતાના જે મૃત્યુ પામેલા પ્રેમીની અહોનિશ ઉપાસના કરે છે, જેની મૂર્તિ બનાવી પુષ્પોથી પૂજે છે, તે જ પ્રેમી, શ્વાનનો દેહ ધરી, મૂર્તિની આસપાસ ઘૂમે છે. પણ એ બધી રહસ્યભરી હકીકત એનાથી કેમ સમજાય ? ખરું જોતાં તો મૂર્તિને મલિન કરનાર શ્વાન, એનો મૃત પ્રેમી છે અને છતાં એની ઉપર જ એ બાઈ વિષપ્રયોગ કરે છે. પિતાજી, સંસારના કામ, ક્રોધ, મોહનો આ કેટલો કરુણ ઇતિહાસ છે ?”
સમરાદિત્યના આ પ્રકારના નિવેદન ઉપરથી પુરુષસિંહ, પુરંદર ભટ્ટના વિષપ્રયોગ અંગે તપાસ કરી તો તેમાંથી ઘણી વિચિત્ર વાતો નીકળી પડી. સમરાદિત્ય શું નિદાન બરાબર હતું, એવી એમને પોતાને ખાતરી થઈ
એ પછી જેમ જેમ પિતા-પુત્રનો સંપર્ક ગાઢ-ગાઢતર બનતો ગયો અને સમરાદિત્યની નિર્મળ દૃષ્ટિની પારદર્શિતા સમજાવા લાગી તેમ તેમ પુરુષસિંહને પણ થયું કે સમરાદિત્ય પૂર્વજન્મનો કોઈ મહાયોગી છે. આવા સંવેગ-રંગથી રંગાયેલા મહારથીઓને મોહવશ જકડી રાખવા એ એક પ્રકારની સ્વાર્થવશતા છે.
પાણીમાં જ સદૈવ ભીંજાયેલા રહેતા ચકમકના પત્થરને જોતાં એમ લાગે છે કે ભીનાશ એના અણુઅણુમાં વ્યાપી ગઈ હશે, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org