________________
૧૧૬
વેરનો વિપાક
બહાર કાઢીને લોઢા સાથે અફાળીએ તો ભીતરમાં સંતાઈ રહેલા આગના તણખા ઝર્યા વિના ન રહે.
પુરુષસિંહ ચકમકનો પત્થર હતો, સમરાદિત્ય સાથેના સંપર્કે એમાંથી તણખા ઝરાવ્યા. પુરુષસિંહે જ એક દિવસ સમરાદિત્યને કહ્યું :
“બેટા, તું કહે છે તેમ સંસાર સાચે જ ઇંદ્રજાળ છે. પુત્ર હોવા છતાં તું મારા ગુરુપદે છો. તારા આત્મકલ્યાણમાં હું હવે અંતરાયરૂપ નહિ બનું. તારી માતાની પણ પૂરી સંમતિ સમજી લેજે.”
સમરાદિત્યની ઘરના એકાંત ખૂણાની તપશ્ચર્યા સાર્થક થઈ. ઉજ્જૈનીના ગગનમંડળમાં દેવદુંદુભિ ગર્જી ઊઠી. એકલા સમરાદિત્યે જ નહિ, પિતા પુરુષસિંહ અને સુંદ્રી માતાએ પણ સંસારનાંમાયાવી બંધનો છેદી આત્મહિત-સાધનાનો રાજમાર્ગ સ્વીકાર્યો.
ઉજ્જૈનીની પ્રજાએ તે દિવસ ખૂબ ધામધૂમથી ઊજવ્યો. પુરુષસિંહને બીજું સંતાન ન હોવાથી ઉજ્જૈનીનો મુગટ, પુરુષસિંહના એક ભાણેજ-મુનિચંદ્રને શિરે મૂકાયો.
(૫)
સંસારત્યાગીઓ, તપસ્વીઓ અને સાધકોના સંઘો એ કાળે ભારતભૂમિની ચારે દિશાઓમાં, ઉચ્ચ ગિરિશિખર ઉપરથી વહેતા જળધોધની જેમ ફરી વળતા. ગામ-નગર કે નેસના એમને મન ભેદ નહોતા. એક સ્થાનેથી બીજે સ્થાને પહોંચી જવાની પણ એમને ઉતાવળ નહોતી. પોતાની ચરણરજથી ભૂમિને તીર્થરૂપ બનાવતા એ નરપુંગવો, પોતાનાથી ઉચ્ચ કોટીના સાધકો પાસેથી જો કંઈ મેળવવાનું હોય તો મેળવી, જિજ્ઞાસુઓને આપવા જેવું હોય તે આપી સતત પરિભ્રમણ કર્યા કરતા. વિકટ અરણ્યો, જળભરપૂર નદીઓ, આકાશને ભેદવા મથતા પર્વતો એમને અંતરાય કરી શકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org