________________
ખંડ ત્રીજો
આજ્ઞા આપી શકતો નથી.” સૂરિજીએ અંતરમાંથી ઊઠતા ધ્વનિને વધુ સ્પષ્ટ શબ્દદેહ આપ્યો.
ગુરુજી, એ તો માત્ર આશંકા જ છે. માતા પાસે જવામાં મારે શા સારુ કોઈ પ્રકારની ભીતિ કે શંકા રાખવી જોઈએ ? માતાને પણ ધર્મ પમાડું એવી મને હોંશ છે.”
ધર્મ પમાડવાની વાતે સૂરિજીના અંતરને અભિભૂત કર્યું. આવો પુત્ર માતાને ધર્મ પમાડે એ જ માતૃજાતિના ઉપકારનો મોટામાં મોટો બદલો છે, એમ જાણીને એમણે શિખીને બીજા બે-ત્રણ મુનિઓ સાથે કોશનગર ભણી વિહાર કરવાની અનુમતિ આપી.
સૂરિજી એકલા પડ્યા ત્યારે એમને થયું કે શિખીને સંમતિ આપવામાં પોતે પણ થોડી ઉતાવળ કરી છે. શિખી તો યુવાન છે, લાગણીઓથી દોરવાઈ જાય, પણ એના સંયમનિર્વાહની જે જવાબદારી મેં માથે લીધી છે, તેમાં કિંચિત્ પ્રમાદ થતો દેખાય છે. જે જાલિનીના આકર્ષણને શિખી માતૃપ્રેમ માનવા પ્રેરાયો છે, તે માતૃપ્રેમ ખરેખર જ જો જાલિનીના હૃદયમંદિરમાં જાગૃત હોય તો એ શિખીની આજસુધી અવગણના કેમ કરી શકે ? માતૃહૃદયનો ઝરો ક્ષણવાર સુકાઈ જાય, પણ બીજી જ પળે એનું સ્નેહઝરણ કિલ્લોલતું વહી નીકળ્યા વિના ન રહે. ગમે તેમ પણ શિખી કોઈ અનિષ્ટભયાવહ માર્ગે વિચરતો હોય એવી સૂરિજીએ ઝીણી કંપારી અનુભવી. આખરે જે નિર્ણાયું હશે તે જ બનશે, એમ ચિંતવી એમણે મનને પાછું સ્વસ્થ કરી વાળ્યું.
કોશનગરની શેરીઓમાં આજે ઘણે દિવસે રસોલ્લાસનો જુવાળ ચડડ્યો છે. શિખી મુનિ આ શહેરના મેઘવન ઉદ્યાનમાં, કેટલાક વૃદ્ધ મુનિઓની સાથે આવી ચડ્યા છે, એ વર્તમાન ગામ આખામાં ફરી વળ્યા છે. એક તો શિખી મુનિ આ ભૂમિના જ સંતાન અને તેમાંયે ત્યાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org