________________
વેરનો વિપાક આ શિખી મુનિ ઝાંઝવાના જળની પાછળ ગાંડા બનીને દોડી રહ્યા છે એ વાત એમને કોણ સમજાવે ? જેને પોતે સ્નેહ-વાત્સલ્ય-પ્રેમના મધુર નામથી ઓળખી રહ્યા છે, તે મૂળ તો મોહ-મમતા-વાસનાનાં જ રૂપાંતરો છે. ગુરુપ્રસાદ અને ગુરુગમ પામેલા શિખી મુનિ જેવા ત્યાગીની આંખ આગળ આજે મોહનો પડદો આવી પડ્યો છે.
વિજયસિંહ સૂરિનો શ્રમણ સમુદાય વિહાર કરતો એક દિવસે કોશનગરથી થોડે દૂર આવી ઊતર્યો. માતાને મળવાની સરસ અનુકૂળતા મળી ગઈ છે, એમ માની યુવાન મુનિએ સૂરિજી આગળ માતા પાસે જવા દેવાની અનુમતિ માગી.
સૂરિજી થોડીવાર તો શિખી મુનિના મોં સામે આદ્ર હૈયે જોઈ રહ્યા. અલક્ષ્યમાં અનિષ્ટ એધાણ જોતા હોય તેમ તેઓ ઘડીભર ખિન્ન જેવા પણ દેખાયા. ચોખ્ખી અનુમતિ આપતાં જાણે કે એમની જીભને કોઈ પકડી રાખે છે.
જવું જ હોય તો ખુશીથી જા. પણ મુનિજીવનમાં આવી નબળાઈઓ, ભલેને નાની લાગતી હોય તો પણ ક્યારે તે વિરાટ સ્વરૂપ લે તે કંઈ કહી ન શકાય.” ચોખ્ખી સંમતિ આપવાની અનિચ્છાવાળા સૂરિજીએ ગર્ભિત વાણીમાં કહ્યું. - “જીવનમાં આ પહેલી જ વાર માતાનો ઉમળકો અનુભવું છું, એટલે જ આકર્ષાયો છું. બે-ત્રણ દિવસથી વધુ નહિ થાય. પાછો આવી મળીશ.” શિખીએ સૂરિજીની ગ્લાનિ બરાબર જોઈ લીધી.
““ઉમળકાનું કોઈ ચિહ્ન દેખાતું નથી. માતાને જો ખરેખર ઉમળકો આવ્યો હોય, સંતાનપ્રેમ ઉભરાયો હોય તો માતા પોતે જ થોડું કષ્ટ વેઠીને અહીં ન આવે ? પણ કદાચ જનેતાને એમાં અન્યાય પણ થતો હોય. મારા દિલમાં, તને ત્રણ દિવસ દૂર કરતાં તેને ખોઈ બેસતો હોઉં એવો આંચકો અનુભવું છું, એટલે જ તને ઉલ્લાસથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org