________________
ખંડ ત્રીજો
૭૫ ઉપવનમાં રેલાતું એ પણ હમણાં અદશ્ય બન્યું છે. કોઈ ઊંડી મર્મવ્યથા, કોઈ ઊંડો આઘાત શિખી મુનિને બેચેન બનાવી રહ્યો છે. એ દર્દ એવું છે કે મુનિજીવનમાં કોઈને ખુલ્લું કહી શકાય નહિ, તેમ સહી પણ ન શકાય.
શિખી મુનિએ દીક્ષા લીધી ત્યારની અને અત્યારની સ્થિતિમાં એક મોટો પલટો આવી ગયો છે. બહારના વ્યવહારો ઉપર જ જેની નજર છે, બાહ્યદૃષ્ટિએ જ માનવીને માપવા ટેવાયેલા છે. તેઓ શિખીમાં બહુ ભારે પરિવર્તન નથી જોઈ શકતા, પણ જેઓ સૂક્ષ્મ મનોવ્યાપારનું પૃથક્કરણ કરી શકે છે. તેઓ શિખી મુનિના અંતરમાં ક્યાંક પણ શલ્ય ખૂંચે છે, એવું નિદાન કર્યા વિના ન રહે.
શિખી જન્મદુઃખી છે. માતા, ભગિની કે બંધુના સ્નેહથી અપરિચિત છે. પણ જયારથી જાલિની માતાનું આમંત્રણ મળ્યું છે, ત્યારથી પોતે માતાનો દેવદુર્લભ પ્રેમ મેળવવા આ જન્મમાં ભાગ્યશાળી બને એવી આશા બંધાઈ છે. એ આશાદોર ઉપર શિખીનું જીવન ઝૂલી રહ્યું છે. આસક્તિને બંધનરૂપ માનનાર, નાનામાં નાની આસક્તિના તંતુને છેદી નાખવા તત્પર શિખી, માતાના નેહભર્યા આમંત્રણને ભૂલી શકતો નથી. કંગાળને, બારણે બારણે ભિક્ષા માટે ભટકનારને, જાણે કે કુબેરનો ભંડાર હાથ પડી ગયો છે. માત્ર એ ઊઘડે એટલી જ રાહ જોવાની છે.
શિખી મુનિ પોતાની માતાને મળવા ઉત્સુક બન્યા છે. ઘડીએ ને પહોરે એ માતાના દર્શનનાં દિવાસ્વમ નિહાળે છે. માતા પાસેથી કોઈ મોટો વારસો મળી જશે એવી તો એમને મુદલ આશા નથી. વારસામાં એમને મોહ પણ નથી, માત્ર માતા વાત્સલ્યભરી અમીદષ્ટિએ એકવાર પોતાની સામે જુએ, એકવાર પણ “આ મારો પુત્ર” એમ કહે તો શિખીની જન્મભૂખ સંતોષાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org