________________
૯૦
વેરનો વિપાક મનાવવાની એ સાફ ના પાડતો. દાન કરવા સિવાય ધનનો બીજો સારો ઉપયોગ ન હોય, એવી ઊંડી શ્રદ્ધા જ એના ત્યાગમાં મુખ્ય કારણભૂત હતી. છૂટે હાથે દાન કરવા સિવાય અને સાગરતીરે બેસીને જળ-કલ્લોલનું સંગીત સાંભળવા સિવાય જાણે કે એને બીજું કોઈ મહત્ત્વનું કામકાજ નહોતું.
થોડા દિવસ તામ્રલિમમાં રહીને, વધુ સાહસ ખેડવા એણે સમુદ્રની યાત્રાએ નીકળવાનો નિશ્ચય કર્યો. તામ્રલિપ્તથી ઘણાં વહાણો આવી યાત્રા માટે મળી રહેતાં. ધનદેવ એની સ્ત્રી અને નંદકને લઈને શુભ મુહૂર્ત જોઈ પાસેના દ્વીપમાં જવા વહાણમાં બેઠો.
રસ્તામાં ગમે તે કારણે પણ ધનદેવનું સ્વાથ્ય ભાંગી પડ્યું. રોજ રોજ એનું રક્ત શોષાતું હોય તેમ તે દુર્બળ અને નિસ્તેજ બનવા લાગ્યો. એની સ્ત્રી અને નંદકને એમ થયું કે જો આ રીતે ધનદેવ ગળતો જાય તો કાંઠે નાવ પહોચતાં પહેલાં તો એ નિઃશેષ થઈ જાય.
ધનદેવને પણ આ અચાનક આવી પડેલી બિમારીનું કારણ ન સમજાયું. દેહ વિશેની મમતા કે આસક્તિ જેવું તો એને પ્રથમથી જ નહોતું. જે કાળે જે બનવાનું હોય તે ભલે બને, એવો નિર્ધાર કરી શારીરિક અસ્વસ્થતાને શાંત ભાવે સહન કરી રહ્યો.
પણ ધનશ્રીની અસ્વસ્થતા રોજ રોજ વધતી જતી હતી. ધનદેવનું સ્વાથ્ય જ્યારથી કથળ્યું છે, ત્યારથી તેના મોં ઉપરનું તેજ ઊડી ગયું છે. ધનદેવની એવી સ્થિતિ કરવામાં પોતે જવાબદાર છે, એ હકીકત રખેને ઉઘાડી પડી જાય, એવી દહેશતથી એ સતત ઉદ્વિગ્ન અને વ્યગ્ર રહે છે. વહાણની નાની દુનિયામાં એને બીજા કોઈથી ડરવા જેવું નહોતું, પણ એનો પોતાનો આત્મા જ જયાં વીંછીના ડંખ મારતો હોય ત્યાં તે ઉલ્લાસમય કેમ રહી શકે ? ધનદેવની હયાતિ એને કંટકની જેમ ખૂંચે છે. નંદક ઘણીવાર ધનદેવ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા દાખવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org