________________
ખંડ ચોથો
૮૯ હસતું, કિલ્લોલતું પાછું વળી જતું હોય, એમ ધનદેવને લાગતું. સાગરના સાહસ ખેડવાના એને પણ અભિલાષ હતા. ટૂંકી દષ્ટિમર્યાદાથી તે સાગરને માપવા મથતો. સાહસિકના પુરુષાર્થ અને પૈર્ય પાસે આ અનંત જેવો લાગતો જલધિ પણ એને એ વખતે નાના જળાશય જેવો ભાસતો.
સાગર સાથેની ધનદેવની આ મૈત્રી આકસ્મિક હતી. પછી તો એ સાગર જ એનો પરમ સુહૃદ હોય એમ દિવસે અને રાત્રિએ પણ થોડો અવકાશ મેળવી એની સાથે મૌન ગોષ્ઠી કરતો. ધનદેવની સાથે એની સ્ત્રી તથા મિત્ર પણ તાલિત આવ્યા હતા, એ વાત કહેવાઈ ગઈ છે. પણ આજે ધનદેવને અને એ પત્ની તથા મિત્ર વચ્ચે ઘણું છેટું પડી ગયું છે. એ માટે ધનદેવ પોતે જ પોતાને જવાબદાર માને છે. કોઈ વાર એનું સંસારાસક્ત મન વિદ્રોહ જગાડે છે, તો ધનદેવ એને સમજાવે છે : “મૂરખ મન ! ધનશ્રી ભલે તારી પત્ની બની, પણ તારી સઘળી આશાઓ કે આકાંક્ષાઓને એણે અનુસરવું જ જોઈએ, એમ કેમ માની લે છે ? વ્યક્તિત્વમાં તો એ પણ તારા જેટલી જ સ્વતંત્ર છે. નંદકની સાથે એને મૈત્રી થઈ હોય, બંને પરસ્પર સહાનુભૂતિ ધરાવતા હોય, તેથી તેઓ અનાચારના માર્ગે જ છે, એમ શા સારુ માની લે છે ? અને કદાચ દુશ્ચરિત્ર હોય તો પણ તને સજા કરવાનો શું અધિકાર છે ? હે મન ! તું પોતે જે દિવસે નિર્વિકાર-નિષ્પાપ બનશે, તે દિવસે તારા બધા ઉધામા આપોઆપ શમી જશે.” ધનદેવ વેપારી અને સાહસિક હોવા છતાં જન્મવિરાગી હતો. એ પુષ્કળ દાન કરતો પણ એની ભાવના તો સર્વસ્વના સમર્પણથી આગળ વધી ત્યાગથી પણ પર જવાની હતી. વિશ્વનું કોઈ પ્રાણી તંગી ભોગવતું હોય અને તેને દાની કે ત્યાગી પાસે યાચના કરવી પડે છે તેને નહોતું ગમતું. પોતે ધનનું દાન કરે છે, એટલે સંસાર ઉપર કોઈ મોટો ઉપકાર કરે છે, એમ માનવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org