________________
આ કથાના મૂળ લેખક પરિચય કરાવવો આવશ્યક છે.
આઠ
શ્રી હરિભદ્રસૂરિ
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનો થોડો
શ્રી હરિભદ્ર મૂળ તો ચિત્તોડના મહારાજાના રાજપુરોહિત હતા. પુરોહિત એટલે માત્ર ધાર્મિક ક્રિયાકાંડ કરાવનારા અથવા તો ક્વચિત્ રાજકારણમાં સલાહ-સૂચના આપનારા દરબારી હશે એમ નહિ. અગાધ પાંડિત્ય અને સતત સ્ફુરાયમાન પ્રતિભાશક્તિએ હરિભદ્રને બ્રાહ્મણત્વના સર્વોચ્ચ સ્થાને સ્થાપ્યા હતા. હરિભદ્ર, ચિત્તોડના - ખરી રીતે તો મેવાડના જ્યોતિઃસ્વરૂપ હતા. મેવાડનું રાજ્ય શ્રી હરિભદ્રના પુરોહિતપણાને લીધે વધુ ગૌરવાન્વિત બન્યું હતું. ચિત્તોડના મહારાજા હિરભદ્રનું બહુમાન કરતા.
Jain Education International
ઊછરતી વયમાં જેની વિદ્વત્તાની કીર્તિ દિગંતવ્યાપી બને, રાજામહારાજાઓ પણ જેને અભિવંદે-સન્માને અને જેની ચરણરજ પામી શિષ્યો પોતાને કૃતકૃત્ય માને તેને મદનું ઘેન ન ચડે તો તે માણસ નહિ, દેવદૂત જ ગણાય. હરિભદ્ર માનવી હતા. વિદ્વત્તા અને પ્રતિષ્ઠાએ એમના અંતરમાં થોડો ઉન્માદ ભર્યો હતો.
હરિભદ્ર રાજદરબારમાં જવા સારુ સુંદર-શણગારેલી શિબિકામાં બેસતા. એ વખતે આગળ ચાલતા શિષ્યોના કંઠમાંથી નીકળતી ગુરુદેવની બિરુદાવલી આકાશને ભરી દેતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org