________________
૨૬
વેરનો વિપાક ગુણસેન પોતે એ સમાચાર સાંભળી નિરાશ ન થયો. એણે અલબત્ત ભૂલો કરી હતી, ખરા પારણાને વખતે એ અસાવધ રહ્યો હતો. પણ એના અંતરમાં તપસ્વીને પજવવાની કોઈ દુર્ભાવના નહોતી.
થોડીવારે તે પોતે તપોવનમાં આવ્યો. પ્રથમ આચાર્યને મળ્યો અને જે કંઈ બન્યું હતું, તે સરળ ભાવે કહી સંભળાવ્યું. આચાર્યને બહુ લાગી આવ્યું, પરંતુ આ બધી અકસ્માતોની જ પરંપરા હતી, એવો નિર્ણય કરતાં એમને વાર ન લાગી.
ગુણસેનને ત્યાં જ બેસવાનું કહી આચાર્ય અગ્નિશર્મા પાસે આવ્યા. એમને પણ લાગ્યું કે આજના તપસ્વી ગઈકાલ સુધીના અગ્નિશર્મા નથી. એમના ચહેરા ઉપર ભયાનક રૌદ્ર ભાવો તાંડવ ખેલી રહ્યા હતા. તપની બધી સિદ્ધિ અને તેજ તેમણે વેરવૃત્તિમાં પલટાવી નાખ્યાં હતાં.
આટઆટલી તપશ્ચર્યા કરવા છતાં, છેલ્લી કસોટીમાં માનવી આટલો પામર, પરાભૂત બની જતો હોય તો આ તપશ્ચર્યાનો શું ઉપયોગ છે ? આવો એક વિચાર આચાર્યને સ્પર્શી ગયો.
એમને થયું કે એકલું દેહદમન અર્થશૂન્ય છે. જેણે દેહને દુભવવામાં કંઈ બાકી નથી રાખી, સ્વાદ અને ભૂખ ઉપર જેણે વિજય વર્તાવ્યો છે, તેની મનોવૃત્તિમાં પ્રસન્નતા અને કરુણાના જ મહેરામણ ઘૂઘવવા જોઈએ. અગ્નિશમ હજી એ સાધનામાર્ગથી સાવ અજાણ્યો હતો.
આચાર્યે અગ્નિશર્માને સાંત્વન આપવા કહેવા માંડ્યું : “વત્સ ! તે બહુ વેડ્યું છે. સામાન્ય મનુષ્ય ગાંજી જાય એવાં કષ્ટોનો તે સામનો કર્યો છે. આજે હવે તારી છેલ્લી પરીક્ષા છે. ભવજલ તરવા જે નૌકાનો આશ્રય લીધો છે, તેને તળિયે ક્રોધ-કષાયાદિનું મોટું કાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org