________________
ખંડ પહેલો
૩૫ થોડીવારે રાજ્યનો પુરોહિત સોમદેવ ધીમે પગલે ત્યાં આવ્યો અને જે દર્ભાસન ઉપર તપસ્વી આડે પડખે પડ્યા હતા, તેનાથી થોડે દૂર ઊભા રહી તપસ્વીને વંદન કર્યું.
તપસ્વીએ પગલાનો અવાજ સાંભળી લાલચોળ બનેલી આંખો ઉઘાડી. સોમદેવ તત્કાળ તો કંઈ પૂછવાની હિંમત ન કરી શક્યો. પણ સુખ-સમાચાર પૂછતો હોય તેમ વિનયથી બોલ્યો : -
ભગવદ્ ! શરીર બહુ ક્ષીણ થઈ ગયું દેખાય છે.” તપસ્વીઓ એવા કુશ જ હોય !” અગ્નિશર્માએ ટૂંકામાં પતાવ્યું. સોમદેવ ખરેખર રાજાના પ્રતિનિધિ તરીકે આવ્યો હતો. ગુણસેન પોતે અત્યારે આવી શકે એમ નહોતું. પુત્રોત્સવ હતો, એટલા માટે નહિ, એને આ વખતે તપસ્વી કદાચ ક્રોધાયમાન થશે અને કંઈનું કંઈ કહી નાખશે એવી બીક લાગી હતી.
સોમદેવે કહેવા માંડ્યું, “તપસ્વીઓને આહાર તો મળી શકે છે. છતે આહારે આટલું કષ્ટ શા સારુ ? અમારા રાજવી ગુણસેન તપસ્વીઓનો આદર કરે છે.”
ગુણસેનનું નામ સાંભળતાં જ અંતરમાં શૂળ ભોંકાઈ હોય તેમ તપસ્વી બોલ્યા :
“ગુણસેનનું નામ ન લેશો, એ ઋષિઘાતક છે !” સોમદેવને હવે વધુ વાત કરવાની જરૂર ન લાગી. ગુણસેન વતી ક્ષમા યાચવાનો એનો ઈરાદો હતો. પણ એને લાગ્યું કે આ તપેલી ભૂમિ ઉપર છાંટા નાખવા નકામા હતા.
સોમદેવ નિરાશ વદને પાછો વળ્યો. એણે ગુણસેનને કહ્યું કે “તપોવનમાં તો દાવાનળ પ્રગટ્યો છે. અગ્નિશર્મા કોઈનું માને તેમ નથી.”
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org