________________
વેરનો વિપાક સાંભળ્યું કે અગ્નિશર્મા જેવા તપસ્વી પુરુષ રાજમહેલના આંગણેથી ભિક્ષા વિહોણા પાછા ફર્યા છે અને એમના ભાગ્યમાં બીજા એક મહિનાના ઉપવાસ લખાઈ ચૂક્યા છે, ત્યારે સૌના મોં ઉપર કાલિમા છવાઈ ગઈ. જે શર્માના ચરણની રજ ઘર આંગણામાં પડતાં, દીનગરીબ ગૃહસ્થના દિલમાં પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાના અભિલાષ જાગી જતા, પોતે ભૂખ્યા રહીને પણ શર્માને સંતોષવા પોતાનો આહાર એમની ઝોળીમાં ધરી દેવા ઉત્સુક રહેતા એ જ અગ્નિશર્મા મોટા રાજવીના મહેલમાંથી, આમંત્રિત અતિથિ હોવા છતાં વગર ભિક્ષાએ પાછા વળે, એમાં એમને જગતું ઉપર કોઈ મહાવિકરાળ ગૃહ કે નક્ષત્રનો અશુભ પ્રભાવ પડતો દેખાયો. રાજવીનો અન્નભંડાર ભલે નહિ ખૂટી ગયો હોય, પણ જે રાજ્યમાં મહાતપસ્વીને પેટ ભરવા જેટલી ભિક્ષા ન મળે તે એકલા તપસ્વીનું જ નહિ, રાજ્ય કે રાજ્યના સ્વામીનું જ નહિ, પરંતુ સમસ્ત ભૂમિવાસીઓનું દુર્ભાગ્ય ગણાય. કોઈ તપસ્વીના આકસ્મિક અવસાનથી પણ આશ્રમવાસીઓને આટલો આઘાત ન થયો હોત. મહિનાના ઉપવાસના અંતે, પારણું કરવા જેટલી ભિક્ષા ન મળે અને તરત જ બીજા મહિનાના ઉપવાસ આદરવા પડે, એ કલ્પના જ એમને કંપાવતી હતી.
અગ્નિશર્મા આશ્રમમાં પહોંચ્યા, એ વખતે જેમણે જેમણે એમની તમ-તાઝ જેવી મુખમુદ્રા જોઈ તેમને એમ લાગ્યું કે હવે તપસ્વી એમની શાંતિ અને ધીરતાની મર્યાદાઓને કદાચ તોડી ફોડીને ફેંકી દેશે. કદાચ શાપ આપે એવી પણ દહેશત લાગી. તપસ્વીના ક્રોધની ભયંકરતા તેઓ જાણતા હતા. તેમાંયે આ શર્મા તો ઘોર તપસ્વીની કોટિમાં મૂકી શકાય તેવા હતા. તેઓ જો ક્રોધાયમાન બને તો સાત સાગરનાં પાણી પણ એ દાવાનળને ઓલવી શકે નહિ.
આમંત્રણ આપીને ઘરના આંગણા સુધી બોલાવનાર અને ત્યાંથી ઉપવાસીને પાછા કેલનાર ગુણસેન પ્રત્યે બીજાઓને તો ઠીક, પણ
".
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org