________________
૧૧૦
વેરનો વિપાક
તલસાટ એને બેચેન બનાવી રહ્યો છે. એટલામાં એક યુવાન ઝરૂખા નીચેથી પસાર થાય છે. યુવતી દાસીને મોકલીને પેલા યુવાનને પોતાની પાસે બોલાવે છે-કહે છે મારો તમારા ઉપર અત્યંત અનુરાગ થયો છે, મને તમે કામદેવ જેવા લાગો છો. મારું સર્વસ્વ હું આપના ચરણે ધરી દઉં છું. યુવાનની આંખો મોહ-મદિરાના ઘેનથી ઘેરાય છે. એટલામાં યુવતીના નજીકના કોઈ સ્વજનનાં પગલાં સંભળાય છે. યુવાન સપડાય છે. કારાગારમાં ધકેલાય છે. ત્યાં એની શી દશા થતી હશે? અનુરાગે યુવાનનું કેટલું અહિત કર્યું? કહો જોઈએ.”
સમરાદિત્યે આખી વાત એવી ઢબથી કહી કે પકડાઈ જનારા, બંદીખાને પડનારા યુવાનની દયાજનક સ્થિતિ કલ્પી વિશ્વમવતી અને કામલતા ભીતરથી કંપી ઊઠી.
અનુરાગે અહિત કર્યું, એમ નહિ પણ એટલું કહી શકાય કે યુવતી દેશ-કાળ ભૂલી ગઈ. ક્ષણિક આવેગે એને આંધળી બનાવી દીધી.” વિશ્વમવતીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો.
કામલતા જરા જુદી પડી. બોલી : “એક તો એ અનુરાગ જ નહોતો, માયાવી મોહજાળ હતી અને બીજું એ કે તે પોતાની પરવશતા ભૂલી ગઈ.” * કુમારે કહ્યું : “તમારી બંનેની વાત સાચી છે. આપણે પણ ઓછા પરવશ નથી, આપણે પણ કષાયોને વશીભૂત છીએ અને આપણે પણ ઘણીવાર માનવજન્મની દુર્લભતા ભૂલી જઈએ છીએ.”
એટલું કહીને કુમારે બંને નવવધૂઓના મોં સામે ધારીને જોયું. દીપમાળાના છલકાતા તેજે આ બંને યુવતીઓના મોં ઉપર તેજના અંબાર મઢી દીધા હતા. છતાં એ તેજોરાશી વચ્ચે કુમારે ગાંભીર્ય અને ગૌરવ નિહાળ્યાં. એને ખાતરી થઈ કે વાણીનો વ્યય અસ્થાને અથવા અર્થશૂન્ય નહોતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org