________________
૧૮
વેરનો વિપાક
ઘણી વાર થઈ, પણ ગુણસેનને પોતાના આગમનના સમાચાર પહોંચાડે એવું કોઈ ચિહ્ન ન જણાયું. ગુણસેનની વિનંતીનો સ્વીકાર કરવામાં પોતે સાહસ કર્યું હતું, હાથે કરીને આશાની આંગળીએ નિરાશાને નોતરી હતી. એ પ્રકારની ખિન્નતા તપસ્વીના અંતરને દઝાડી ગઈ
એમને પ્રથમનો ગુણસેને યાદ આવ્યો. ભરસભામાં જે પોતાને ખીજવતો, નચાવતો અને અનેક રીતે પજવતો એ જ આ ગુણસેન. છીંદરી બળે પણ વળ ન મૂકે. તેમ ગુણસેન રાજકાજમાં ભલે કુશળ થયો હોય, બીજાઓ સાથેના વ્યવહારમાં સુદક્ષ ગણાતો હોય, પરંતુ કુતૂહલ કરવાનો જૂનો સ્વભાવ ન ગયો હોય એ સંભવિત છે.
ઘડીભર ખોટી કરી રાખવા અથવા તો વિલંબ કર્યા પછી જાતે આવીને આમંત્રવાનો એણે મનમાં નિશ્ચય કર્યો હોય એમ પણ બને. અન્ન-ભોજનની સામગ્રીની તો રાજમહેલમાં કંઈ ખોટ ન હોય અને આશ્રમમાં આવીને એણે જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે પણ એનામાં કૌતુક કરવાની કોઈ વૃત્તિ હોય એમ નહોતું લાગ્યું.
તપસ્વીને વળી પાછી થોડી આશા બંધાઈ ગુણસેન આવવો જ જોઈએ. હજાર કામ પડતાં મૂકીને પોતાના જૂના સાથીને ભેટવા જરૂર આવશે, એમ એનો અંતરનો સાક્ષી બોલી ઊઠ્યો.
એ સાક્ષી સાચો હતો કે માયાવી, એનો નિર્ણય અત્યારે કોણ કરે? જવું કે ઊભા રહેવું, એ ગડમથલમાં તપસ્વી હતા, એટલામાં તપસ્વીને ઓળખતી હોય એવી એક પરિચારિકા ત્યાંથી નીકળી. એણે બે હાથ જોડીને તપસ્વીને નમસ્કાર કર્યા. તપસ્વી આહાર માટે પધાર્યા છે, એમ જાણીને એ ઉતાવળે ઉતાવળે ગુણસેન મહારાજાના ખંડ તરફ દોડી ગઈ પણ વિશાળ ખંડમાં પહોંચતાં જ વૈદ્યના આવી મતલબના ઉદ્ગાર એના કાને પડ્યા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org