________________
૧૦૦
ખંડ પાંચમો ન હોય તો તે બીજી જ પળે કાચા સુતરના તાંતણાની જેમ તૂટી જાય. એટલે જ એક નવું બંધન ઉમેરાવા છતાં સમરાદિત્યના મોં ઉપર આ લગ્ન નિમિત્તે ખિન્નતા જેવું કંઈ નથી દેખાતું.
પુરુષસિંહે આ લગ્નોત્સવ પ્રસંગે યાચકોને યથાશક્તિ દાન આપવાની, કુમારના જ હાથે દાન અપાવવાની યોજના કરી હતી. આમાં કુમારને સૌથી વધુ આનંદ અને પરિતૃપ્તિ મળતી. જે પરિગ્રહ એક દિવસે ત્યજવાનો જ છે, તે જો આ રીતે દીન-દરિદ્રીઓનાં દુઃખ નિવારવામાં ઉપયોગી થતો હોય તો સમરાદિત્ય આવા એક-બે નહિ પણ જાણે કે પાંચ-પચીસ લગ્ન કરવા તૈયાર હતો.
આખરે લગ્નનો દિવસ આવ્યો. શણગારેલા અને જનરવથી ગુંજતા મંડપમાં સ્વયંવરા જેવી બે કન્યાઓને જોતાં જ સમરાદિત્યને થયું કે આ બંને કન્યાઓના મોં ઉપર જે પ્રસન્નતા અને નિર્દોષતા દેખાય છે, તે જોતાં જ એ બન્ને ભવ્યાત્માઓ છે અને એ બંને પોતાના જ માર્ગને અનુસરશે, એ વિશે એને મુદલ સંશય ન રહ્યો.
કુમારે યથાવિધિ વિશ્વમવતી અને કામલતાનું પાણિગ્રહણ કર્યું. ઉભય નવવધૂ સાથે માતાપિતાને નમન કરી, એમના આશીર્વાદ લઈ પોતાના વાસગૃહમાં ગયો.
(૩)
પ્રારંભમાં તો લજજા અને સંકોચે સમરાદિત્યની જીભ જકડી લીધી. બે નવવધૂઓ પાસે એણે ઘણી ઘણી વાતો કહી નાખવાના અને પોતાના પ્રસ્તાવ મંજૂર કરાવવાના મનોરથો સેવેલા. પરંતુ પ્રથમ મિલનની પથમ રાત્રિએ જ આ બધું કેમ કહી શકાય, તેની સમરાદિત્યને સૂઝ ન પડી.
કુમારની બરાબર સામે બેઠેલી કુંદલતાએ પહેલું મૌન ભાંગ્યું. તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org