________________
૧૦૬
વેરનો વિપાક
લીધી. એણે એક દિવસ સમરાદિત્યને બોલાવીને પૂછ્યું : ‘ખડગસેનની બે પુત્રીઓ સાથે તારો લગ્નસંબંધ બાંધવાની મેં ગોઠવણ કરી રાખી છે. બંને કુંવરીઓના વિષયમાં મેં પૂરી ખાતરી કરી લીધી છે. મને વિશ્વાસ છે કે તું મને નિરાશ નહિ કરે.”
આવી બાબતોમાં સમરાદિત્ય ઉતાવળો કે ઉŃખલ નહોતો. અલબત્ત, એણે પોતાની એક આધ્યાત્મિક સૃષ્ટિ રચી હતી અને ત્યાં જ એનું મન શાંતિથી વિરમતું, એટલું છતાં એ પોતાના આપ્તજનોની સુકુમાર લાગણીઓને દુભવવા નહોતો ઇચ્છતો. વિરાગ, ઉપશમ અને શાંતિથી એ જેમ છલોછલ હતો, તેમ વિનય અને નમ્રતાના પણ મીઠા મહેરામણ જેવો હતો.
વિનય, વિવેક તેમ સહાનુભૂતિ ન હોય તો ધર્મવૃક્ષ પાંગરી શકે નહિ, એમ તે માનતો. એટલે જ પિતાના પ્રસ્તાવમાં પોતાને કંઈ રસ ન હોવા છતાં એણે પોતાની સંમતિ દર્શાવી.
પુરુષસિંહની આંખ સામે સોનાનો સૂરજ ઝળહળી ઊઠ્યો. એણે યુવરાજના લગ્નોત્સવની બની શકે એટલી ઝડપી અને દમામદાર તૈયારીઓ કરવાની મંત્રીઓ, અમાત્યો, સામંતો વગેરેને આજ્ઞા કરી દીધી.
ઉજ્જૈનીએ થોડા દિવસ તો અમરાવતીની શોભાને લજવી દીધી. નગરમાં ઠેકઠેકાણે આનંદોત્સવ ઊછળી રહ્યો. લગ્નના આમોદઉત્સવના પ્રવાહમાં એક માત્ર સમરાદિત્ય-વરરાજા પોતે જ ઉદાસીન રહેતા હશે એમ લાગે. એક તો પોતે સર્વ પ્રકારના સ્નેહનાં બંધનોથી છૂટવા માગતા હતા. મોહ, મમતા અને રાગ-દ્વેષની જંજીરોને તોડવા મથતા હતા, તેમાં લગ્નબંધનની વધારાની બેડી એમને ન રુચે એ સ્વાભાવિક છે. પણ તે સાથે પિતાના આનંદમાં પોતે ભાગીદાર છે એ વિચારે તેઓ તૃપ્તિ અનુભવતા. તે ઉપરાંત એમને પોતાના સામર્થ્ય વિશે પણ પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. બંધન માત્ર જો આંતરિક આકર્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org