________________
ખંડ પાંચમો
૧૦૫
પુરુષસિંહે કલ્પના કરી કે યુવરાજ સમરાદિત્ય હજી અજ્ઞાન અને અનુભવહીન છે. એનું અંતર હજી સંસારના રંગથી રંગાયું નથી. જરા વિનોદ, વિલાસ અને રતિક્રીડામાં ઝબોળાશે એટલે એ પણ આપણા જેવો જ રંગીલો બની જશે. સમરાદિત્યને સંસારની દીક્ષા આપવા, કેટલાક સામંતપુત્રોને સહચર તરીકે કુમારની આસપાસ ગોઠવી દીધા.
જેમના જીવનનો કોઈ ઉચ્ચ હેતુ નથી, માત્ર રસાસ્વાદ અને વિલાસ સિવાય. અંતરજગતના આઘાત પ્રત્યાઘાત સાથે જેને કશી નિસ્બત નથી, એવા યુવાનોએ કુમારને વટલાવવા-પોતાની જાળમાં ફસાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ જોગીઓની જમાતમાંથી કારણવશાત્ છૂટા પડી ગયેલા આ સમરાદિત્ય ઉપર એમનું એક જાદુ ન ચાલ્યું. જેને તેઓ પોતાની રંગભરી છટાથી મોટાવવા ગયા હતા, તેઓ જ એની પવિત્ર-કલ્યાણલક્ષી વિરાગની વાતોથી અભિભૂત બની ગયા. એમને પણ એટલી ખાતરી થઈ ચૂકી કે આ કુમાર સામાન્ય માણસ નથી, પૂર્વનો કોઈ ઋષિકુમાર છે.
પુરુષસિંહનો એ દાવ નકામો ગયો. છેવટે એણે વિચાર્યું કે ગાંડા હાથી જેવા પુરુષને નાથવો હોય તો લગ્નગ્રંથિ જેવો બીજો એકે અમોઘ ઉપાય નથી. કુમારને માટે કન્યાઓ શોધવા જવું પડે એમ નહોતું. પુરુષસિંહના સાળાની બે કુંવરીઓ વરાવવા યોગ્ય હતી અને બંને કુંવરીઓ રૂપ-ગુણમાં પરસ્પરની પૂરક જેવી હોવાથી એ સંબંધ ગોઠવી દેવાનું અને વહેલામાં વહેલો એ પ્રસંગ ઉકેલી નાખવાનું પુરુષસિંહે નક્કી કર્યું. મામાની પુત્રી સાથે લગ્ન-સંબંધ એ ક્ષત્રિયોમાં અવિધિયુક્ત નથી, એટલે પણ એ વિષયમાં કોઈની સલાહ પૂછવા જેવું નહોતું. કુંવરીઓના પિતા-ખડગસેનને તો એટલું જ જોઈતું હતું.
માત્ર સમરાદિત્યની સંમતિ કેમ મેળવવી એ એક વિષમ સમસ્યા હતી. પણ પુરુષસિંહે પોતે જ એ જવાબદારી પોતાને માથે ઓઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org