________________
૧૦૮
વેરનો વિપાક એક હાથમાં અતિમુક્તનાં પુષ્પોની માળા ધરી રાખી, કુમારની નજીક જઈ કહ્યું :
આ માળા આપની પ્રિયાઓએ જ ગૂંથી છે અને પૂરા અનુરાગથી આપના કંઠમાં અર્પવાની મને અનુમતિ આપી છે.”
સમરાદિત્યે સહેજ નમીને એ પુષ્પમાળાનો સ્વીકાર કર્યો. કુંદલતા સાથે માનિની નામની બીજી પણ એક સહચરી હતી અને એ બંને સહચારીઓની પાછળ સમરાદિત્યની બે નવવધૂઓ સંકોચાઈને બેઠી હતી.
પણ કુંદલતા, તારી એ બંને બહેનોનો મારી ઉપર અચાનક આટલો અનુરાગ કેમ થયો, તે મને નથી સમજાતું.” સમરાદિત્ય ચર્ચાની શરૂઆત કરવાના હેતુથી જિજ્ઞાસાભાવે કહ્યું.
સખીઓ કે નવપરિણીતાઓ આવા પ્રશ્ન માટે જરાય તૈયાર નહોતી. કુંદલતા જરા ચકોર હતી, તે સમરાદિત્યને ઉદેશીને એની પ્રચાર પામેલી
ખ્યાતિની વાત કહેવા જતી હતી. જુદા જુદા દેશમાંથી આવતા યાત્રિકો, રાજ્યાશ્રિતો અને ભાટ-ચારણોના મુખેથી સાંભળેલી વાતો ઉપરથી અનુરાગ બંધાયો, એવા મતલબનું કહેવા હજી શરૂઆત જ કરતી હતી, એટલામાં પાછળથી કોઈએ એને અટકાવી. એ અટકાયતનો અર્થ એટલો જ કે “મૂંગી મર, અહીં બહુ બોલવા જેવું નથી.”
પોતાની જિજ્ઞાસાનો કંઈ જવાબ ન મળ્યો. સખીઓ અને વધૂઓને વિચારમગ્ન જોઈ કુંવરે પોતે જે કહેવા માંડ્યું,
“અનુરાગ ગમે તે રીતે થયો હોય, એના ઊંડાણમાં ઊતરવાની અત્યારે જરૂર નથી. પણ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે એ અનુરાગથી કોઈકનું અહિત થતું હોય તો તે અનુરાગ શું કામનો ?” વિવાહ વખતે કોઈ વરસીની વાત કરતું હોય એમ આ બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org