________________
ખંડ પહેલો
યજ્ઞદત્ત સામાન્ય પુરોહિત હતો. એ પોતાના પુત્રની આવી પજવણી જોઈ ઊંડા નિઃશ્વાસ નાખતો. અગ્નિશર્મા પણ યુવરાજની આવી ક્રીડા-અતિશયતા જોઈ થાકી ગયો હતો. ગામ છોડવા સિવાય એના માટે બીજો કોઈ માર્ગ નહોતો રહ્યો.
એક દિવસે યુવરાજે જ્યારે અગ્નિશર્માની તપાસ કરાવી ત્યારે તે પોતાના રાજ્યની સીમા છોડીને ચાલ્યો ગયેલો હોવાની હકીકત મળી.
મ
ગુણસેન રોજની તોફાની રમતનું એક રમકડું ખોવાઈ ગયું જાણી નિરાશ થયો. અગ્નિશર્માને હવે શોધી શકાય એવું નહોતું. જો એકવાર હવે એ હાથમાં આવે તો પશુની જેમ જ એને રાંઢવાથી બાંધી રાખવાનો-બહાર જવા જ ન દેવાનો મનસૂબો ગોઠવ્યો. પણ અગ્નિશર્મા તો ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી આ ગામમાં પાછું ન આવવું, એવો નિશ્ચય કરીને જ ગયો હતો.
(૨)
એક મહિને અગ્નિશર્મા એક રમણીય તપોવનમાં પગ મૂકવા ભાગ્યશાળી થયો. અહીં કોઈ રાજા, રાજકુંવર કે શ્રેષ્ઠિકુમાર તેને પજવી કે છંછેડી શકે એમ નહોતું. ચંપક, બકુલ, અશોક અને નાગ તથા પુન્નાગનાં વૃક્ષોથી આખું તપોવન છવાયેલું હતું. નાની નદીઓ અને ઝરાઓનાં નિર્મળ વહેતાં પાણી અહોનિશ કલરવ કરતાં, તપસ્વીઓને નિર્દોષ આનંદ આપતાં. તાપસોમાંના કેટલાકો હોમાદિમાં જ રચ્યાપચ્યા રહેતા - પ્રભુને પ્રસન્ન કરવાનો એ જ એક સનાતન અને સર્વોત્તમ રાજમાર્ગ છે એમ માનતા. કેટલાકો વિવિધ અને કપરી તપશ્ચર્યાથી નવો પ્રકાશ મેળવવા મથતા. આ તપોવનમાં કુલપતિ આર્જવ કૌડિન્સ, તપસ્વીઓના તીર્થરૂપ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org