________________
ખંડ ત્રીજો
(૧)
જુઓ, છેલ્લી વાર તમને કહી દઉં છું કે, એક મ્યાનમાં બે તલવાર નહીં સમાય. કાં મારો ત્યાગ કરો, મને રાજીખુશીથી જવા દો, નહિતર તમારા આ કુલાંગારને પાછો કોઈ દિ' આ ઘરમાં પગ ન મૂકે એમ તગડી દો. રોજ રોજ મારાથી આ હૈયાશૂળ નથી ખમાતું.”
“એ બધું સમજું છું, પણ પેટના દીકરાને ક્યાં કાઢવો ? બીજો કોઈ નિકટનો સ્નેહી-સંબંધી કે આશ્રિત હોત તો એને વિદાય કરત, પણ આપણો શિખી તો હજી બાળક કહેવાય. આપણે જ એના દુશ્મનની જેમ વર્તીએ તો એ બિચારાનું કોણ છે ? ગમે તેમ કરીને થોડા વરસ કાઢી નાંખ, મોટો થશે, સમજણો થશે અને પાંખો આવશે, એટલે એની મેળે ચાલ્યો જશે. આપણે કહીશું કે હજુ બે દિવસ રોકાઈ જા, તો પણ કહેશે કે ના, હવે ઘર મને ખાવા ધાય છે.”
કોશ નગરના એક બ્રાહ્મણ-બ્રહ્મદત્ત પોતાની સ્ત્રી જાલિનીને એ રીતે સમજાવી રહ્યા છે. સ્ત્રી દુરાગ્રહ પકડીને બેઠી છે કે એક ઘડી પણ પુત્રને રાખવા પોતે તૈયાર નથી. એણે જવું જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org