________________
ખંડ બીજે
૬૧
સિંહ મહારાજાએ બંદીવાન બન્યા પછી પણ કોઈ જાતના ધમપછાડા ન માર્યા. સંસાર પણ એક બંદીખાનું જ નહોતું ? આવા વિરાગવાસિત વિચારે એમને દુર્ગાનથી વિમુખ રાખ્યા. આખરે પરમ શાંતિથી જીવનનો અંત આણવા એમણે અનશન વ્રત આદર્યું.
આનંદકુમારથી એ પણ સહન ન થયું. પોતાને જગત પાસે વધુ લાંછિત-તિરસ્કૃત બનાવવા માટે જાણી જોઈને સિંહ ભૂખમરો વેઠે છે તે જાણીને, એ ડોસાની અવળાઈ ઉપર એને ભારે ક્રોધ આવ્યો. આવાને જીવતા રાખવા એ જોખમ છે, એવો નિર્ણય કરી તેણે જાતે જઈને સિંહ મહારાજાનો વધ કર્યો.
પ્રાણાંત કષ્ટ થવા છતાં મહારાજા પોતાના ધર્મ અને ક્ષમાભાવને વળગી રહ્યા. આનંદ બિચારો શું કરે ? કર્મવિપાકના હાથમાં તે હથિયાર માત્ર બન્યો છે અને મહારાજાની એ વિચારશ્રેણી બરાબર હતી. જે અગ્નિશર્માને પોતે અજાણતાં દુભવ્યા હતા, ત્રણ ત્રણ વાર માસ માસને અંતે પારણા માટે બોલાવી પાછા વાળ્યા હતા અને જેણે મરતાં મરતાં પોતાની વેરવૃત્તિને જ તીણી, ધારદાર બનાવી હતી તે અગ્નિશર્મા જ માત્ર દેહ-વસ્ત્ર બદલી પુત્ર આનંદરૂપે અહીં અવતર્યો હતો. કર્મના ફળ આપનારી શક્તિ પાસે એ પણ લાચાર હતો.
૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org