________________
૧૨૬
વેરનો વિપાક આપ ધન્ય છો. આપનો મોહ સર્વથા નાશ પામ્યો છે. સર્વ ક્લેશો સદાને માટે દૂર થયા છે. કર્મરૂપી શત્રુઓ ઉપર આપે દિગ્વિજય વર્તાવ્યો છે.”
આ પ્રમાણે ઈદ્રથી માંડી, સામાન્ય શ્રદ્ધાળુ નર-નારીઓ જયારે સમરાદિત્ય કેવળીને વંદતા હતા ત્યારે પેલો ગિરિસેન ક્યાં હતો ?
એક ખૂણામાં, કોઈ ન જુએ એ રીતે, ટોળાની વચ્ચે એ ઊભો હતો. આજે તો એને પણ થયું કે આવા વિશ્વવંદનીય મુનિને સંતાપવામાં પોતે મોટું પાપ કર્યું હતું. એનું અંતર કકળતું હતું. માત્ર ખુલ્લી રીતે ક્ષમા માગવાની, કેવલીના પગમાં પડવાની, અંતરની ઈર્યા-વેરને ધોઈ નાખવાની એનામાં હિંમત નહોતી.
કેવલી ભગવાન સમરાદિત્યે પર્ષદાને ઉદેશી ધર્મમાર્ગ ઉપદેશ્યો. દેશના પૂરી થતાં, મુનિચંદ્ર મહારાજાએ પોતે જ પૂછ્યું :
ભગવન, અકસ્માત્ આ ઉપસર્ગ આપની ઉપર કેમ થયો ?” “રાજનું એ અકસ્માતું નથી. જેણે આ ઉપસર્ગ કર્યો છે તે તો નવ-નવ ભવથી મારી કસોટી કરતો આવે છે. આ છેલ્લી કસોટી હતી. કોઈ પણ બીજ વાવેલું નકામું નથી જતું. વેરનું નાનું બીજ પણ એ જ રીતે ઊગી નીકળે છે.”
નવ-નવ ભવથી વેર રાખનાર એ માણસની દુર્દશાનો ક્યારે અંત આવશે ?” મુનિચંદ્ર વધુ વિગત જાણવા માગી. - “ગમે તેમ, પણ એ ગિરિસેન, જેણે આ ઉપદ્રવ કર્યો છે તે ભવ્યાત્મા છે. નારકીય યંત્રણાઓમાંથી નીકળ્યા પછી એ પોતાનો ઉદ્ધાર કરી શકશે. અત્યારે પણ એને એમ તો લાગે છે જ કે આ મુનિને પજવવામાં પોતે પાપ કર્યું છે. એ નાનો પશ્ચાત્તાપનો તણખો એક દિવસે તેનાં પાપપુંજને ભસ્મીભૂત કરી દેશે.” ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org