________________
૧૨૫
ખંડ પાંચમો વિશ્વમાં મૈત્રી અને આત્મીયતાની પ્રતિષ્ઠા કરવી હોય તો પ્રથમ અથવા ઉપશમ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સમર્થ મુનિઓને આવો ઉપશમ સહજ હોય છે.
સમરાદિત્યના અંગે અંગને આગની શિખાઓ ચૂમી રહી છે. પણ . એમના અંતરમાંથી વહેતી ઉપશમની ધારાઓ પાસે એ શિખાઓ જાણે કે કંગાળ-પ્લાન દેખાય છે. તાપ જેમ ઉગ્ર બને છે, તેમ ઉપશમની ધારાઓ પણ વધુ વેગ ધરે છે. મુનિના મુખ ઉપર લહેરાતી આત્મનિષ્ઠા જો કોઈ અત્યારે ધારીને નિહાળે તો સમરાદિત્ય ઉપશમ રસના મહાસાગરમાં ધરાઈ ધરાઈને અવગાહન કરતા હોય એમ જ લાગે. ઉપશમની ધારાને વહેવાનો માંડમાંડ આ અવસર મળી ગયો છે. એટલામાં ઉજૈનીના આકાશમાં મધ્યરાત્રિએ જાણે સહસ્ત્ર સૂર્યો સાથે પ્રગટ્યા હોય એવો ઉદ્યોત ઝળહળી નીકળ્યો અને દૂર દૂર દિગંતમાં દેવદુંદુભિ ગર્જી ઊઠ્યાં. ઉજ્જૈનીની ઊંધ, જાણે કોઈ જાદુગરની ફૂકથી પળવારમાં ઊડી ગઈ. લોકોનાં ટોળેટોળાં આ ઉદ્યાન તરફ ધસ્યાં. મુનિચંદ્ર મહારાજાની સાથે એમના સામંતો, અમાત્યો અને સરદારો પણ આવી પહોંચ્યા. ઉજ્જૈનીના ધનપતિઓ અને વેપારીઓ, કારીગરો અને શ્રમજીવીઓ, સ્ત્રીઓ, વૃદ્ધો, યુવાનો તથા બાળકો પણ આવ્યાં. ઉદ્યાનમાં નિર્ભયપણે વિહરતાં પશુઓ પણ પોતાનાં વેર ભૂલી ત્યાં સમરાદિત્ય મુનિની સમીપે ગોઠવાઈ ગયાં.
મુનિ સમરાદિત્યને એમની ઉગ્ર તપશ્ચર્યા અને અનિર્વચનીય પ્રશમ રસના પ્રતાપે કેવળજ્ઞાન પ્રગટ્યું હતું. આકાશને ઉદ્યોતથી ભરી દેતો એ ઝળહળાટ કેવળજ્ઞાનનો જ હતો. દેવ-દેવીઓના સમૂહ એ ઉત્સવ ઉજવવા ઉજ્જૈની તરફ ઊડતા આવતા હતા. મુનિ સમરાદિત્યના અંગને આલિંગનો ઉપરનો અગ્નિ એણે નાખ્યો. દ્ર, સમરાદિત્ય કેવળીને વંદના કરીને કહેવા માંડ્યું : “ભગવન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org