________________
ખંડ ચોથો કરમાયેલા ફૂલછોડ ફરી નવું જીવન પામતા હોય એમ ધનદેવ ધારી ધારીને એમના પ્રત્યેક હાવભાવનું નિરીક્ષણ કરતો. આવે વખતે એ કંઈક ગહન ચિંતામાં સરી પડતો. આ દીન-દુ:ખીઓ એ જ જાણે કે એના આરાધ્ય દેવ હોય, તેમ આ ગરીબોના વિચારમાંથી ગરીબાઈ અને વિશ્વની એવી બીજી વિષમતાઓના ધ્યાનમાં ડૂબી જતો.
રસ્તા ઉપર ઉભેલા અને વિચારમગ્ન બનેલા ધનદેવને એના મિત્ર સોમદેવે જગાડ્યો. સોમદેવે પૂછ્યું :
મેં તો જાણ્યું કે આજે કાર્તિકી પૂર્ણિમા છે, એટલે કોઈ ઉદ્યાનમાં કે રંગમંડપમાં ગયા હશો. આ કંગાળોની કતારમાં તમને શું જોવા જેવું લાગ્યું ?”
ધનદેવે સોમદેવ તરફ અર્થપૂર્ણ દૃષ્ટિ કરી. એની જીભ જરા સળવળી. પણ એને થયું કે દિલનું દર્દ આ પુરોહિતનો પુત્ર બરાબર નહિ સમજી શકે, છતાં ધનદેવે તંદ્રામાંથી જાગતો હોય તેમ સંક્ષેપમાં કહ્યું : “મને આ દરિદ્ર કંગાળોની તૃપ્તિ અને કૃતજ્ઞતા પાસે દુનિયાના બધા આનંદ-ઉલ્લાસ ફિક્કા અને કૃત્રિમ લાગે છે. એટલે જ જ્યારે
જ્યારે પ્રસંગ મળે છે, ત્યારે ત્યારે એ જોયા કરું છું. આંખ અને મનની એ વાસના જાણે કે ધરાતી જ નથી.” ધનદેવ એટલું કહીને, સહેજ હસ્યો.
પણ તમે પોતે ધારો તો, તમારે ત્યાં બેસીને ગરીબોને દાન આપી શકો છો. જીવનપર્યત ખર્ચો તો પણ ન ખૂટે એટલું ધન તમારા પિતાએ સંઘર્યું છે. તમને કોઈ ના પાડે છે ?” સોમદેવે પૂછ્યું.
ધનદેવે એક ઊંડો નિસાસો નાખ્યો. એ નિસાસો જ જાણે કે એનો એક માત્ર ઉત્તર હોય એમ ધનદેવ કંઈ ન બોલ્યો. અંતરના આનંદ કે વેદનાની એકે એક વાત બીજાને સમજાવવામાં ધનદેવને ઘણીવાર સંકોચ થતો. નિકટના સ્નેહી કે મિત્ર પણ ધનદેવની મૂંઝવણ બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org