________________
વેરનો વિપાક કળી શકતા નહિ. આવા કેટલાક અનુભવોના અંતે ધનદેવે દરેકે દરેક વાતના ખુલાસા કરવાનું માંડી વાળ્યું હતું. ન છૂટકે જેટલું કહેવું પડે તેટલું જ કહેવું, એ નિયમને તે બનતા સુધી અનુસરતો.
સોમદેવના પ્રશ્નનો જવાબ ધનદેવ સહેજે આપી શકત. પણ વાત વધુ પ્રચાર પામે અને માતાપિતાને કદાચ કષ્ટ પહોંચે એવા વિચારથી માત્ર એટલું જ કહ્યું કે : “પિતાની કમાણી ઉપર મારો શું અધિકાર છે ? પિતાની સંપત્તિ હું દાનમાં દઉં, એમાં મારો કંઈ પુરુષાર્થ ખરો ?”
સોમદેવ ધનદેવને સમજ્યો કે નહિ તે તો કોણ જાણે, પણ ધનદેવ પોતે પોતાનો પુરુષાર્થ સ્કુરાવવા માગે છે અને પોતાના પરસેવાથી પેદા કરેલી સંપત્તિનું જ દાન કરવા માગે છે, એટલું સ્પષ્ટ થયું. સોમદેવ, આ જવાબમાં, ધનદેવનું ભોળપણ માત્ર જોઈ શક્યો.
વૈશ્રમણ સાર્થવાહે પરદેશ ખેડી ધન તો પુષ્કળ ભેગું કર્યું હતું અને એનો વારસો ધનદેવને જ મળવાનો હતો. ધનદેવ પોતે એ સમજતો. પણ એણે યોગ્ય વયે પહોંચતાં નિર્ણય કરેલો કે પિતાની જેમ પોતે સાહસો ન ખેડે, વિધ્રો અને સંકટોનો સામનો કરી દ્રવ્યસંચય ન કરે ત્યાં સુધી પોતે સ્વચ્છેદે તેનો વ્યય ન કરી શકે. પિતાના ધનથી દાની બનવું એ ધનદેવને સસ્તી કીર્તિ ગાંઠે બાંધી લેવા જેવું લાગતું. પોતાની આસપાસ ધનવાન કુટુંબના સંતાનોને વિલાસ તથા વિનોદના રંગથી તરબોળ બનેલા જોતો, પણ તે સાથે તેમાં એને એ વિલાસીઓની કંગાળિયત પણ દેખાતી. દાન કે ત્યાગ તે જ વસ્તુનો થઈ શકે, જેની ઉપર પોતાનો નૈતિક અધિકાર હોય. પિતાની સંપત્તિને પોતાની માનવામાં એનો અંતરાત્મા સાફ ના પાડતો અને અંતરાત્માના અવાજનો સૌની પાસે સ્પષ્ટ ખુલાસો કરતાં પણ એને સંકોચ થતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org