________________
ખંડ ચોથો
સોમદેવ અને ધનદેવ તે દિવસે તો સાથે ઘેર આવ્યા. પણ ધીમે ધીમે ધનદેવે કહેલી વાત વૈશ્રમણ સાર્થવાહના કાને પહોંચી. એને પુત્રની ઉદાસીનતાનું કારણ સમજાયું. સાર્થવાહનો પુત્ર સાર્થવાહ જ થાય. વેપાર-વાણિજ્ય અર્થે વિશાળ પ્રદેશો ખુંદી વળે એમાં કંઈ અયોગ્ય નથી એમ પણ એને થયું. ધનદેવની બુદ્ધિ અને સંસ્કાર માટે એમને કંઈ કહેવાપણું નહોતું. વારસામાં મળેલી સંપત્તિ ઉપર આવા સંતાનો આળસુ બનીને મોજમજા ઉડાવે તેના કરતાં સ્વાશ્રયી અને પુરુષાર્થી બને તો તે કંઈ લાંછનરૂપ નથી. વૈશ્રમણ પોતે ધનદેવને એના સાહસમાં અનુમતિ અને આશીર્વાદ આપવા તૈયાર હતો.
એ જમાનામાં પ્રવાસ આજના જેટલો સુગમ કે સુસાધ્ય નહોતો. સાર્થવાહોના સંઘો એ વખતે મોટા આશીર્વાદરૂપ બનતા. તેઓ જોકે વેપાર-વિસ્તારના નિમિત્તે દેશના દૂર દૂરના વિભાગોમાં ફરી વળતા અને વસ્તુઓના વિનિમય કરતા, તો પણ પ્રવાસીઓને અને વટેમાર્ગુઓને, સંન્યાસીઓ અને પરિવ્રાજકોને સારા આશ્રયભૂત બનતા. સાર્થવાહ પોતાના સંઘના સભ્યોને યથાશક્તિ સહાય કરતો. એક વિશાળ કુટુંબ પ્રવાસે નીકળ્યું હોય એવી આ સંઘો જોનારને કલ્પના આવે. સાર્થવાહોના સઘળા સંઘો નિર્વિદ્યે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચતા હશે, એમ પણ ન કહેવાય. ઘણી વાર આ સંઘોને લૂંટારાઓ, ઠગારાઓ વગેરેના અકસ્માતો નડતા.
८७
ધનદેવનું સંઘ કાઢવાનું, સાર્થવાહ બનવાનું સ્વપ્ર ફળ્યું. માતાપિતાના પૂરા સહકારથી તામ્રલિપ્ત નગરીનો, લગભગ બે મહિના માર્ગમાં થાય એવો સંઘ કાઢ્યો. સુશર્મ શહેરના ઘણા વેપારીઓ આ સંઘમાં જોડાયા. ધનદેવની સાથે એની પત્ની ધનશ્રી અને એનો નંદક નામનો આત્મીય જેવો મિત્ર પણ સામેલ થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org