________________
ખંડ ત્રીજો
છે. અહીં એને જે જ્ઞાનનો પ્રકાશ મળ્યો છે. જે સંસાર-રચનાના મૌલિક નિયમોનું એને ભાન થયું છે, તેને એ પોતાના જીવનની મહામૂડી સમજવા લાગ્યો છે. ગુરુને પણ થયું કે આવો ચતુર, શાંત, કુલીન અને કલ્યાણની વ્યથા વેદનારો શિષ્ય ભાગ્યે જ મળે.
એક દિવસે તપસ્વી ગુરુદેવ અને કલ્યાણવાંચ્છુ શિષ્ય, મહાવ્રતોની ચર્ચા કરતા હતા. એટલામાં એક બ્રાહ્મણ વંદન કરીને પાસે જ બેસી ગયો. શિખીએ એ નવા આવનારને ઓળખ્યો. શિખીના એ પિતા હતા. પુત્રની શોધ કરતાં અહીં સુધી આવી પહોંચ્યા હતા. શિખીની માતાના વ્યવહારથી ઉદ્વિગ્ન બનેલા આ પિતાને માથે, માતાની કેટલીક ફરજો બજાવવાનો ભાર આવી પડ્યો હતો. એટલે જ માતાએ જેને હડધૂત કર્યો છે, તેને શોધવા અને બની શકે તો ઘરે લઈ જવા આવ્યો છે.
૬૯
શિખી આ વખતે મુનિધર્મ, પંચ મહાવ્રત સ્વીકારવાની તૈયારીમાં હતો. ગુરુથી એ છૂટો પડ્યો, એટલે પિતાએ તેને એકાંત સ્થાનમાં લઈ જઈ પોતાના અંતરની અસહ્ય વેદના જણાવી. ખરેખર એનું દર્દ વર્તાતીત હતું. એના એકે એક શબ્દમાં વાત્સલ્યની ઊર્મિ ગુંજતી હતી.
શિખીને એ કહેવા લાગ્યો, ‘બેટા, તારા જેવો નમ્ર, નિરભિમાન અને ગંભીર પ્રકૃતિનો પુત્ર કોઈ પરમ ભાગ્યવંતને ત્યાં જ જન્મે. મારા જેવા દરિદ્ર અને દુર્બળ પિતાને ત્યાં તારો જન્મ એક અકસ્માત છે. હું તારી પૂરી કદર કરી શક્યો નથી. તારી માતાના કુટિલ સ્વભાવે તને મારાથી વિમુખ કર્યો પણ તારો અભાવ મને પીડે છે. હું તારા માટે સ્વતંત્ર વ્યવસ્થા કરીશ. તું પાછો મારી સાથે ચાલ.
,,
શિખી પિતાના સ્વભાવમાં રહેલી મૃદુતા જાણતો હતો. એમની લાગણી ન દુભાય તે માટે ઉત્સુક હતો, પણ જેને અનાયાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org