________________
૬૮
વેરનો વિપાક. આ સંસારમાં સૌ એકલા છે અને એકલા જ આત્મકલ્યાણ સાધવાનું છે, એ વાત પણ સમજાવી.
શિખીના નિર્મળ, વિકસિત અંતરમાં એ ઉપદેશ આરપાર ઊતરી ગયો. થોડી વારે શિખી જરા વધુ સ્વસ્થ થયો ત્યારે એને વધુ સ્થિર કરવા તપસ્વીએ સર્વજ્ઞ પાસેથી જાણેલા પોતાના ગત ભવોની રૂપરેખા દોરવા માંડી.
સ્નેહાળ માતાઓના દિલમાં પણ લોભને લીધે કેવી દુર્બુદ્ધિ જાગે છે, તે પોતાના વર્તમાન જીવનની એક ઘટના ઉપરથી એમણે સૂચવ્યું.
માતાના હાથથી પણ છૂપું ઝેર અપાય છે, છતાં માતા તો નિમિત્ત માત્ર જ હોય છે. માતાના સ્વરૂપમાં જન્મ-જન્માંતર જૂનો દ્વેષ જ મૂર્તિમંત હોય છે અને એ વખતે પણ ભવ્યાત્માઓ તો પોતાના શુદ્ધ સ્વભાવમાં જ સ્થિત રહે છે.” એ હકીકત સાંભળી શિખીએ છૂટકારાનો નાનો નિશ્વાસ નાંખ્યો.
શિખીને ખાતરી થઈ કે સંસારમાં પોતે જ એકમાત્ર દુઃખી અને દુર્ભાગી છે, એ ધારણા નિરાધાર હતી. માત્ર ઘટનાનો ગર્ભિત અર્થ સમજાવો જોઈએ. એનાં કારણો નિર્મૂળ કરવા કટિબદ્ધ બનવું જોઈએ. શિખીને જીવન પ્રત્યે નીરખવાની દૃષ્ટિ આ તપસ્વી પાસેથી મળી ગઈ
૩)
શિખીએ સ્વમમાં ય નહિ કહ્યો હોય એવો આશ્રય મળી ગયો. સૂરિવર વિજયસિંહની સાનિધ્યમાં જેમ જેમ વધુ આવતો ગયો, તેમ તેમ તે આધ્યાત્મિકતાના પાકા રંગથી રંગાઈ રહ્યો. પહેલાં જેને એમ લાગતું કે આ વિરાટ વિશ્વમાં કોનો સ્નેહ, કોનો આશ્રય પામીશ, તેને હવે અંધારી રાત પછી જાણે નવો સૂર્યોદય થયો હોય એમ લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org