________________
વેરનો વિપાક ચિંતામણી લાધ્યો હોય, એની કિંમત પણ સમજતો હોય તે તેનો ત્યાગ શી રીતે કરી શકે ?
શિખીએ કહ્યું : “પિતાજી, આપનો મારા ઉપર મોટો ઉપકાર છે. મારા ખાતર આપ દુઃખી છો. તે હું જોતો આવ્યો છું. પણ મેં સંસારમાં પાછા ન ફરવાનો નિર્ણય કરી લીધો છે. કૃપા કરીને મને આ માર્ગથી ટ્યુત નહિ કરશો.”
પછી તો પિતાએ એને ઘણી ઘણી રીતે સમજાવ્યો : “મહાવ્રતની પૂરા વહેવી એ કિશોરનું કામ નથી. એમાં જે કોઈ લપસે છે, તે એક મેળનો નથી રહેતો. મહાવ્રતનું પાલન તો ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે” વગેરે યુક્તિ-પ્રયુક્તિથી શિખીનું મન વાળવાનો પ્રયત્ન કર્યો. પણ શિખી પોતાના નિર્ણયમાં અચળ જ રહ્યો.
પિતા બ્રહ્મદત્ત ખિન્ન હૃદયે ત્યાંથી પાછો ફર્યો. જતાં જતાં કહ્યું : “બેટા, હું તને હા નથી પાડતો તેમ ના પણ નથી પાડતો. તને આશીર્વાદ આપવા જેટલી પણ મારામાં યોગ્યતા નથી. માત્ર એટલું કહું છું કે માતા પ્રત્યે જો કોઈ અભાવો આવ્યા હોય તો તે ભૂલી જજે. એ એનો સ્વભાવદોષ છે, બાકી મારી છેલ્લી વિનંતી તો એટલી જ છે કે કોઈવાર દર્શન દઈ જજે !”
શિખી ભક્તિભાવથી પિતાના ચરણમાં પડ્યો. પિતા પણ ઊંડો નિ:શ્વાસ નાખી ત્યાંથી વિદાય થયા.
શિખીનો કીર્તિપડહ દિશાઓને ભેદતો ગૂંજી ઊઠડ્યો છે. થોડા દિવસ પહેલાં જેનું નામ કોઈ નહોતું જાણતું, જે પોતાના ગામના ચાર ખૂણામાં ભૂલો ભટકતો હતો, તેનું નામ ત્યાગીઓ, તપસ્વીઓ અને મુમુક્ષુઓની જીભ ઉપર રમી રહ્યું છે. શિખીને સંસારની કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org