________________
ખંડ ત્રીજી
છે
૧
વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આસક્તિ નહોતી, એણે પોતાનું સમસ્ત સામર્થ્ય ગુરુની સેવામાં, અધ્યયન-અધ્યાપનમાં અને ક્રિયાકલાપમાં સમર્પો દીધું. ગુરુની પણ એની ઉપર મુક્ત કયા વરસી રહી. થોડા વખતની અંદર એ આગમોનો પારંગત બન્યો. એટલું જ નહિ, પણ એની ક્રિયારુચિ પણ જ્ઞાનાર્જન સાથે તાલબદ્ધ બની ગઈ શિખી માત્ર પાંડિત્યમાં નહિ પણ સંયમ-વિરાગમાં પણ મોખરે આવીને ઊભો રહ્યો. હજી તો એણે યૌવનના ઉંબરામાં પગ જ મૂક્યો હતો, પણ એનાં હંમેશાં નમેલાં રહેતાં નેત્રો ગાંભીર્ય અને ચારિત્રની નિર્મળતાની સાક્ષી આપતાં હતાં. જાણે કે એને કોઈ તરફ તાકીને જોવાની જરૂર નથી લાગતી. વિશ્વભરની સંપત્તિ અને સ્નેહ-સૌહાર્દ પોતાની અંદર જ ભર્યા હોય તેમ તે આત્મનિમગ્ન રહે છે. ગુરુને વંદન કરવા જાય છે, ત્યારે પણ ગુરુને લાગે છે કે એક દિવસે આ શિખી વિશ્વનો વંદનીય બનવો જોઈએ. એમની ઘણીખરી ચિંતાઓ શિખીએ જ અપનાવી લીધી છે. સાધુઓના મોટા સમુદાયને એ જ અધ્યયન કરાવે છે, એ જ શંકાઓના ખુલાસા કરે છે. શિખી જાણે ગત જન્મનો મોટો શાસ્ત્રાવ્યાસી હોય અને અધૂરો રહી ગયેલો પ્રચાર પૂરો કરતો હોય તેમ જ્ઞાનની પરબ માંડીને બેઠો છે.
તામ્રલિત નગરની બહાર એક મનોરમ ઉપવનમાં એકવાર શિખી મુનિ, વર્તુળાકારે ગોઠવાઈને બેઠેલા આગમના અભ્યાસીઓની વચ્ચે બેઠા હતા. શાસ્ત્રચર્ચા ચાલતી હતી. શિખી મુનિની શાંત વાણી, વીણાના સ્વરનું ભાન કરાવતી હતી. વચ્ચે વચ્ચે જ્યારે એ આછું સ્મિત વેરતા સાધુ-સમુદાય સામે નિહાળતા હતા, ત્યારે એમની સ્વચ્છ દંતપંક્તિ મરકત મણિની રશ્મિ છાંટી જતી.
એટલામાં એક અણઘડ જેવો બ્રાહ્મણ ત્યાં આવીને ઊભો રહ્યો. મુનિઓને વંદન કરવા જેટલો વિવેક પણ એનામાં નહોતો. એક હાથમાં રાખેલી રત્નકંબલ શિખી મુનિ પાસે ધરી માત્ર એટલું જ બોલ્યો : “આ આપની માતાજાલિનીએ આપને ભેટ મોકલી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org