________________
વેરનો વિપાક
સાધુ-મુનિઓ કોઈની ભેટ નથી સ્વીકારતા. પૂરી આવશ્યકતા ન હોય તેવી કોઈ વસ્તુનો પરિગ્રહ નથી રાખતા. શિખી મુનિ પોતે તો ગુરુદેવનાં ઊતરેલાં વસ્ત્રો જ વાપરે છે. એમને કોઈ ચીજની તંગી નથી લાગતી.
છતાં, શિખી મુનિ ઘડીવાર તો નવા આવનાર સામે ક્યાંય સુધી જોઈ રહ્યા. માતાએ માણસ સાથે ભેટ મોકલી હોય, એમ માનવાનું મન ન થયું. માતાની ભેટ” શબ્દો સાંભળવા છતાં મનની ભ્રમણા જ હોય એમ લાગ્યું.
માતાનો આવો અપ્રતિમ સ્નેહ જોઈને, આટલે દૂર માણસ મારફત રત્નકંબલ જેવી મૂલ્યવાન વસ્તુ મોકલાવેલી જોઈને, પાસે બેઠેલા મુનિઓનાં અંતર અનુમોદનાથી દ્રવી ઊઠડ્યાં. એક જણથી બોલી જવાયું : ધન્ય માતા !”
ખરેખર, તમે કોશ નગરીથી આટલે દૂર આવ્યા છો અને આ ભેટ મારી સંસારની માતા જાલિનીએ જ મોકલી છે ?” શિખી મુનિએ વધુ ખાતરી કરવા પૂછવું. બ્રાહ્મણ એક સ્થાને સ્વસ્થ થઈને બેઠો. જવાબમાં એણે માથું ધુણાવ્યું.
એ બ્રાહ્મણનું નામ સોમદેવ. એણે કહેવા માંડ્યું : “આપ ચાલી નીકળ્યા ત્યારથી માતા જાલિની ભારે ઉદ્વેગ અનુભવે છે. એમને પરિતાપ તો ઘણો થયો. પણ શું કરે ? છેવટે એમનાથી ન રહેવાયું, ત્યારે મને આ ભેટ આપવા મોકલ્યો.”
માતાનું વાત્સલ્ય ! જગતમાં જેની જોડ ન મળે એવો માતુનેહ ! શિખીનું હૈયું સ્નેહોર્મિઓથી ઉભરાઈ નીકળ્યું. ગમે તેવી કઠોર, નિર્મમ બને તો પણ આખર તો માતા ને ? વાત્સલ્યનો ઝરો ભલે સુકાયેલો લાગે પણ એમાં પૂર આવ્યા વિના ન રહે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org