________________
પર
વેરનો વિપાક દેડકાને મૂકી શકતો નહોતો અને ટીડોડા સામે બચાવ કરવાને પણ અસમર્થ હતો અને આખરે તો એ બધાં અજગરના જ ઉદરમાં સમાઈ જવાના હતા ! એક જણ પાસે ઊભો હતો તે વચ્ચે વચ્ચે “વાહ વિધાતા ! વાહ લીલા !”ના ઉદ્ગારો કાઢતો હતો. મહારાજાએ વિચાર્યું : હું આમાં કોઈને બચાવવા માગું તો પણ કોને કેવી રીતે બચાવી શકું ? એ વખતે તો તેઓ નિરાશ થઈ પોતાની છાવણીમાં પાછા વળ્યા. પણ આ ઓચિંતી ઘટનાએ એમના અંતર ઉપર ઘણના ઘા માર્યા.
અકસ્માત નજરે ચડેલી આ ઘટના શું સૃષ્ટિનો એક સામાન્ય વ્યવહાર હતો ? કે એમાં પણ કંઈક ઊંડો અર્થ હશે ? વિચાર કરતાં મહારાજાને લાગ્યું કે સમસ્ત સંસારમાં અજગર, સાપ, દેડકા અને ટીંડોડાની જ લીલા ખેલાઈ રહી છે. આ જંગલી પ્રાણીઓ કરતાં અમે કઈ રીતે ચડિયાતા ગણાવાનો દાવો કરી શકીએ ? નિર્દોષ પ્રજાજનોને અધિકારીઓ ઘણીવાર ત્રાસ આપે છે, એમને ચૂસે છે અને એ અધિકારીઓને રાજા પોતે ગળે છે અને અમને બધાને પોતાના અગાધ ઉદરમાં સમાવનારો કાળ તો સામે જ ઊભો છે. આખું જગત મૃત્યુની દાઢમાં સપડાયેલું છે, છતાં એક જણ બીજાનો કોળિયો કરવા કેટલો આતુર દેખાય છે ? જાણે કે મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી. નિશ્ચિતમાં નિશ્ચિત વસ્તુ જો કોઈ હોય તો તે કાળ, છતાં પામર માનવી એને અનિશ્ચિત માની આરામની ઊંધ લઈ શકે છે.
આખી રાત મહારાજાને ઊંઘ ન આવી. એક રાતમાં જ એમનું અંતર સંવેગના રંગથી રંગાઈ ગયું. એમનું રાત્રિજાગરણ સમ્યગ્દષ્ટિ આપી ગયું.
બીજે દિવસે મહારાજા પોતાના મંત્રીને આ વાત કહેતા પોતાના તંબૂમાં જ બેઠા હતા અને મંત્રી પણ મહારાજાને સમભાવથી સાંભળતા હતા. એટલામાં એક સંદેશવાહકે પ્રવેશ કર્યો. કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org