SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ બીજે થોડી વાર રહીને દુર્મતિએ સૂચવ્યું : “આપણે પૂજ્ય રાજપિતાના ખૂનમાં હાથ તો બોળવા જ નથી. માત્ર વચ્ચે ન આવે એટલા સારું એક સ્થાનમાં એમને બંદીવાન બનાવી દઈએ તો આપણું ધારેલું કામ સહેજે પાર પડી જાય. અમાત્યો કે સામંતો બળવો કરશે, એ બીક પણ આપે નથી રાખવાની. હું આપની પડખે જ ઊભો છું.” “પણ પિતાને અણધાર્યા બંદીવાન કેમ બનાવવા, એ જ મને નથી સમજાતું.” પિતા પ્રત્યેની અશ્રદ્ધાથી પીડાતા પુત્રે જાણવા માગ્યું. એ તો રમત વાત છે. એમની સામે ન જતાં, અહીં જ આમંત્રવા.” ધારો કે આપણા કપટી આમંત્રણની એમને ગંધ આવી જાય તો ?” દુર્મતિ લુચ્ચાઈભર્યું હસ્યો. બોલ્યો : - “મરદનાં કારસ્તાન કળવાં એ શું બચ્ચાના ખેલ છે ? મારાતમારા સિવાય આ બીજું કોણ જાણી શકવાનું હતું ? આમંત્રણ આપવામાં આપને ભય લાગતો હોય તો હું આપને એક બીજો ઇલાજ બતાવું. આપને અભિષેક પહેલાં મળવા તો બોલાવશે જ. મારી સલાહ એમ છે કે, આપે ન જવું, પછી તેઓ ઉતાવળા થઈને આપને પોતે-જાતે બોલાવવા આવશે. એ વખતે જ સોગઠી ટીપી નાખવી.” આનંદને ગળે એ વાત ઊતરી. એક તો એને એકદમ સત્તાધારી બનવું હતું, તે ઉપરાંત ભવિષ્યમાં કોઈ કાંટો ન વાગે તે માટે પ્રથમથી જ માર્ગ સાફ કરવો હતો. સિંહ મહારાજાને જાળમાં ફસાવ્યા વિના એ હેતુ પૂરેપૂરો ન સધાય. જે સિંહ મહારાજા પોતાના હાડવેરીને પણ ક્ષમા આપી શકે છે, અભયદાન સાથે આશ્રય પણ આપી શકે છે, જે અજાતશત્રુ જેવા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002061
Book TitleVerno Vipak
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy