________________
પ૮
વેરનો વિપાક હોય, ભલેને પોતે ભદ્રિક અને વિરાગી તરીકે પોતાને ઓળખાવતો હોય, પણ મારો પોતાનો મત તો એવો છે કે કોઈની આપેલી સત્તા દાનરૂપે સ્વીકારવી, સત્તાની ખાતરી રાહ જોતાં, હાથ જોડીને બેસી રહેવું, એ આપના જેવા વીર પુરુષને ન શોભે. મેં પોતે એ સિંહાસનનો સ્વાદ લીધો છે. આજે આપનો શરણાગત છું, પણ એ મધુબિંદુનો મોહ છૂટતો નથી.”
પોતાના અંતરના ભાવો જ આ દુર્મતિ ઉકેલતો હોય અને પોતે કલ્પેલી સિદ્ધિના પડઘા દૂર દૂરથી આવતા સાંભળતો હોય તેમ તે આનંદ-આશ્ચર્યપૂર્વક દુર્મતિની સામે થોડીવાર સુધી જોઈ રહ્યો.
“ચાર-પાંચ દિવસની રાહ જોવામાં આપણું શું જાય છે ? પિતાની પાસેથી રાજ્યની લગામ આંચકી લેવી એ બહુ મોટી વાત નથી.” આનંદે શ્રદ્ધા તેમ અશ્રદ્ધામિશ્રિત લાગણીથી કહ્યું :
યુવરાજ, હજી આપ બિનઅનુભવી છો. ધારો કે પાંચ દિવસ પછી આપનો, આપ ધારો છો તેમ રાજયાભિષેક થાય પણ ખરો, પિતાના વારસદાર બનો પણ ખરા; છતાં એક વાત ધ્યાનમાં રાખજો કે વર્ષે-પાંચ વર્ષે પણ ડોસાની દખલગીરી થયા વિના નહિ રહે. એ હૈયાત હોય તો, ભલેને ત્યાગી સંયમી બન્યા, પણ ઘોસપરોણો તો જરૂર થવાનો.”
અભિષેક પછી પણ પિતાની હૈયાતીમાં પોતે પૂરી સ્વતંત્રતા ભોગવી શકશે નહિ, એમ આનંદકુમારને લાગ્યું. ઘણા રાજકુંવરોએ એ કારણે જ છડેચોક પિતાની હત્યા કરી રાજવૈભવ હસ્તગત કર્યા છે. આ દુર્મતિની વાત સાવ નાખી દેવા જેવી નથી.
દુર્મતિએ જોયું કે કુમારને ઝેરની અસર થવા માંડી છે. હવે વધુ સમય વીતાવવામાં લાભ નથી. રખેને પોતાનું કાવતરું પકડાઈ જાય, એવી બીક પણ લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org