________________
ખંડ પહેલો
આચાર્ય આર્જવ કૌડિન્ટે આ નવા અતિથિને સત્કાર્યો. એમણે અગ્નિશમના ખિન્ન મોં પર વિષાદની ગાઢ કાલિમા છવાયેલી જોઈ લીધી. વિશેષમાં એમણે એ પણ જોઈ લીધું કે આ માણસને આજ સુધી મમતાથી ભાગ્યે જ કોઈએ બોલાવ્યો હશે. નિઃસંગતા એના અંગેઅંગમાંથી ઝરતી હતી. ઘણા દિવસનો ભૂખમરો વેઠેલો માનવી જેવો વિકરાળ દેખાય તેવો જ આ સ્નેહ-મમતાથી વંચિત રહેલો અતિથિ એમને કઠિન પત્થરની મૂર્તિ જેવો લાગ્યો.
બેટા, ઘણે દિવસે પણ આવ્યો ખરો.” આચાર્યે મીઠાશભરી વાણીમાં એને સંબોધ્યો. રસ્તાની વિગત જાણી અને આ આશ્રમમાં એક નાની ઝૂંપડી બાંધી સુખેથી રહેવાની અનુમતિ પણ આપી.
અગ્નિશર્માએ ખરેખરી ખંતથી ગુરુજીની સેવા કરવા માંડી. આચાર્ય કૌડિન્યને સેવા-સુશ્રુષા કરનારા શિષ્યોની ખોટ નહોતી, પણ અગ્નિશર્માએ એ બધામાં જુદી જ ભાત પાડી દીધી. બનતાં સુધી એ ગુરુજીથી દૂર નથી જતો-છાયાની જેમ જ અનુસરે છે. આચાર્ય પોતે પણ તપસ્વી છે. પોતાની પાસે આવનાર દરેકને આહાર તથા આમોદથી યથાશક્તિ અળગા રહેવાનું ઉપદેશે છે. સંસારમાં વિવિધ જિહારસ માનવીને પછાડે છે, આમોદ-પ્રમોદ આંધળા-ભીત બનાવે છે. એ સિવાય જાણે કે એમને બીજું કંઈ કહેવાપણું જ નથી. શાસ્ત્રની ઘણીખરી વાતોનો એ જ નિચોડ હોય એમ સાંભળનારને લાગે.
થોડા પરિચયે અગ્નિશમના જીવનમાં એક સંસ્કારબીજ ઊગી નીકળ્યું. એને ખાતરી થઈ કે પ્રાણીમાત્ર પોતાનાં કર્મફળ ભોગવે છે. કર્મ ખપાવવા માટે તપ જેવું બીજું કોઈ સાધન નથી.
દુઃખગર્ભિત વૈરાગ્યની માટીમાંથી અગ્નિશર્માએ એક કલ્પવૃક્ષ ઉગાડવાની સાધના શરૂ કરી. બીજા તાપસોની જેમ નાની સાધનાનાં ફૂલ-ઝાડ રોપવાનું એને મન ન થયું. રોગનો ઈલાજ મળી આવ્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org