________________
૯૪
વેરનો વિપાક પણ અસહાય એકલી નારી અહીં શું કરી શકે ? ઘડીવાર નિરાશ થઈને ત્યાંની ત્યાં જ બેસી ગઈ. એને થયું કે એક ઘાતકીના કાંડાનું બળ જો થોડું ઉછીનું મળી શકતું હોય તો કેવું સારું ? એક કસાઈની છૂરી ચલાવવાની ક્રૂરતા પોતાનામાં હોય તો પોતે કેટલી ભાગ્યશાલિની બની હોત ?
પણ જેને હિંસા જ કરવી છે, જેને વેર જ લેવું છે, તેને આ દુનિયામાં સાધનોની ક્યાં ખોટ છે ? પેલી સ્ત્રીએ, થોડે આવે, લાકડાનો વેરણછેરણ પડેલો એક ખાસો ગંજ જોયો. એનું હૈયું હર્ષથી નાચી ઊઠ્યું.
બની શકતી ત્વરાથી તેણીએ કાયોત્સર્ગ મુદ્રામાં રહેલા મુનિના દેહ ફરતાં સૂકાં લાકડાં ગોઠવવા માંડ્યાં. ભયથી એના હાથ-પગ પૂજતા હતા. પકડાઈ જવાની અને વિશ્વમાં ઠેકઠેકાણે તિરસ્કૃત બનવાની ચિંતા પણ એના અંતરને બાળી રહી હતી. લાકડાં જેવાં ગોઠવાઈ ગયાં કે તરત જ મંદિરના એક ખૂણામાં બળતા દીપકની સહાયથી અગ્નિ ચાંપી, પાછું વાળીને જોયા વિના એ સ્ત્રી, પોતાની દાસી સાથે ત્યાંથી ભાગી નીકળી.
(૪)
સવાર પડતાં જ કૌશાંબીમાં હાહાકાર વ્યાપી ગયો. એક તપસ્વી, વેરાગી સંતને ઊભા ને ઊભા કોઈએ બાળી નાખ્યા છે, એ વાત ગામ આખામાં ફેલાઈ ગઈ કૌશાંબીમાં આવા દુષ્કૃત્ય કરનારા માણસો પણ વસે છે, એ જાણીને સૌને એક સરખો આઘાત થયો. પ્રતિસ્પર્ધીઓ પોતાના વિરોધીઓને પજવે, સંસારી પોતાના સ્વાર્થવશ બીજા સંસારીને પાયમાલ કરે, પણ આ ત્યાગી મુનિએ કોઈનું શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org