________________
ખંડ પાંચમો
લેવો પડે છે. એક વાર એ વ્રત-તપ-સંયમનો જે રસાસ્વાદ લે છે તે એ મર્યાદામાંથી નીકળી, પાપ-દુષ્કર્મ-હિંસા-અસત્ય-પરિગ્રહ માત્રને પરિહરવા ઉદ્યત થાય છે. મુનિએ શાંતભાવે મૂળ વાત સમજાવી.
ત્યારપછી થોડે વખતે પોતાના સમયની મર્યાદા પૂરી થતાં, વાચક સમરાદિત્ય અયોધ્યાની ભૂમિમાંથી નીકળી, ઉજ્જૈની તરફ ચાલી નીકળ્યા. અયોધ્યાવાસીઓને મન સમરાદિત્ય મુનિની થોડા સમયની સ્થિરતા એક દીર્ઘ, સુસ્વમ જેવી બની ગઈ. સમરાદિત્ય મુનિ અયોધ્યાના ઇતિહાસમાં જાણે એક સુવર્ણ પ્રકરણ રચી ગયા.
૧૨૧
(૬)
અયોધ્યાથી ઉજ્જૈની સુધીના પ્રદેશને વિરાગની વાદળીઓથી રસબોળ બનાવતા મહામુનિ સમરાદિત્ય ઉજ્જૈનીના એક રમણીય ઉદ્યાનમાં, ધ્યાનસ્થ મુદ્રાએ રહ્યા છે. એ વખતે ઉજ્જૈનીનો જ એક જણ ત્યાં આવી ચડે છે. ઘડીભર તો આ પાષાણપ્રતિમા જેવા ધ્યાનસ્થિત પુરુષને અંધકારમાં પણ અનિમેષ દૃષ્ટિએ જોઈ રહે છે. પળવાર એની માનવતાના ઝીણા તાર ઝણઝણી ઊઠે છે, બે હાથ જોડવાનું મન થાય છે. દેહને તુચ્છ માનનાર આ કોઈ તપસ્વી જ હોવા જોઈએ એમ એને લાગે છે, પણ એકાદ ઘડી પછી વૃત્તિમાં મોટો ઉલ્કાપાત જાગતો હોય એમ અસ્વસ્થ બને છે. આ કોઈ સંતસાધુ નહિ પણ ખરેખર ઢોંગી જ હોવો જોઈએ, એવો નિર્ણય કરે છે. ધ્યાની હોય તો શું ઘરમાં બેસીને એક સ્થળે ધ્યાન ન થઈ શકે? દુનિયાને આવા ઢોંગ બતાવવાની શી જરૂર ? જરૂર આ કોઈ મોટો ધૂર્ત લાગે છે. પ્રતિષ્ઠા પામવાનો જ પ્રપંચ આદર્યો જણાય છે. આવા રમણીય ઉદ્યાનમાં આવીને ઊભો છે એ જ સૂચવે છે કે મુનિનો વેષ પહેરનાર આ ધ્યાની બગભક્ત છે. ધ્યાનમાં રહેલા મુનિને કઈ રીતે પજવવા-ઢોંગીના ઢોંગ ઉઘાડા પાડવા શું કરવું જોઈએ તે વિચારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org