________________
૧૨૨
વેરનો વિપાક આઘે ઊભા રહીને પત્થર ફેંકવાથી કે શરીરે કાંટા ભોકવાથી તો સામાન્ય વ્યથા થાય. ઢોંગી માટે એ પૂરી સજા ન ગણાય. ત્યારે કરવું શું ? વિચારમાં ને વિચારમાં એ મુનિની બરાબર સામે બેસી જાય છે.
છે તો એ પણ થાકેલો. બેસવાનું મન હોવા છતાં શાંતિથી બેસી શકતો નથી. જાણે કે કોઈ ઉદ્દામ વેરવૃત્તિ એને હચમચાવી રહી છે. થોડીવારે ફરી તે મુનિના મુખ સામે નિહાળે છે. ચંદ્રના પ્રકાશમાં તે એ મુનિને ઓળખે છે : “વાહ વાહ ! આ પેલો ઢોંગી, સમરાદિત્ય, રાજકુમાર ! જેણે ખૂબ ધામધૂમપૂર્વક મોટા ઠઠારા સાથે દીક્ષા લીધી હતી તે.” આવેશમાં ને આવેશમાં એ ઊભો થાય છે. હિંસક પશુનો લોહીતરસ્યો ઉન્માદ એની આંખમાં વીજળીની જેમ ચમકે છે. એનો કાળો અને કદરૂપો દેહ રાત્રિના અંધકારમાં વધુ ભયંકર આકાર ધરે છે.
ઉદ્યાનનું પુષ્પરાજીથી મહેકતું વાતાવરણ અને જાણે ચગાવતું હોય એમ તે ત્યાંથી નાસી છુટવા માગે છે. ઉતાવળે પગલે તે ભાગે છે. પણ ભાગવાનો પ્રયત્ન કરવા છતાં જાણે કે પગ જ નથી ઊપડતા. જરૂર, આ ઢોંગી મુનિએ જ પોતાની મેલી વિદ્યાથી એને જકડી લીધો હોય એવી મૂંઝવણ અનુભવે છે.
શા ભાર છે, એ ધૂર્તના !” એમ મોટેથી બડબડતો પીઠ ફેરવીને દોટ મૂકે છે. થોડીવારે એ પાછો આવે છે. આ વખતે એના હાથમાં મેલા વસ્ત્રનાં થોડાં ચીંથરાં દેખાય છે.
બસ થશે.” પોતાના મનને સમજાવતો હોય તેમ ધીમેથી બોલીને એ મુનિ પાસે જાય છે. ફરી પાછું એને યાદ આવે છે : ચીંથરાં નહિ સળગે તો ?”
દોડતો જઈને તેલથી ભરેલું એક કોડિયું અને થોડા વધુ લાલચોળ અંગારા લઈ આવે છે. એક તો ઈર્ષ્યાની બળતરાથી અને બીજી તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org