________________
વેરનો વિપાક
અને શિખી મોટો થયો કે તરત જ અકસ્માત જાલિનીનું અંતર વિષથી છલકાઈ ગયું એમ પણ નથી. એ જો ત્યારથી માતા તેના પ્રત્યે અપ્રસન્ન છે. એણે એનો ત્યાગ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો અને તે થોડે અંશે સફળ પણ થયો, પરંતુ ત્યજાયેલો પુત્ર ફરી પાછો દત્તક પુત્રરૂપે પોતાના ઘરમાં આવ્યો છે, એ તરકીબ ઉઘાડી પડી ગઈ ત્યારે તો એને પારાવાર રોષ ઊપજ્યો. ત્યારથી માંડીને આજ દિન સુધીમાં એક દિવસ એવો નહિ ગયો હોય કે જે દિવસે એણે પુત્રનો સદંતર બહિષ્કાર કરવાનો પોતાના પતિને આગ્રહ નહિ કર્યો હોય.
બ્રહ્મદત્ત પણ હવે જાલિનીના આ દુરાગ્રહથી ગળે આવી ગયો હતો. એની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. એક દિવસે જાલિનીએ આખરી ધમકી આપી :
જો તમે આ શિખીને આ ઘરમાંથી નહિ કાઢો તો ચોક્કસ માનજો કે આવતી કાલે કોઈ તળાવમાં, કૂવામાં કે નદીના ઊંડા ધરામાં આ જાલિનીનું શબ તમે જોશો.”
બ્રહ્મદત્ત તો એ ધમકી રોજની જેમ સાંભળી રહ્યો, પણ શિખીએ જેવી આ વાત સાંભળી તે જ ક્ષણે તેને એમ થયું કે રોજ રોજ અપ્રીતિ ઊપજતી હોય, વિદ્વેષ રોજ રોજ ઘૂંટાતો હોય અને આપઘાત કરવા સુધીની ધમકીઓ અપાતી હોય તે ઘરમાં રહેવાથી કંઈ લાભ નથી. અલબત્ત, પિતાનું કૂણું હૃદય કંપી ઊઠશે પણ એ તો અનિવાર્ય છે. કોઈવાર તક મળશે તો પિતાના પગમાં મારા અવિનય તેમ ઉદ્ધતાઈની ક્ષમા માગી લઈશ.
આવો વિચાર કરી, શિખી કોઈને કંઈ કહ્યા વિના ઘરની બહાર નીકળી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org