________________
ખંડ ત્રીજો
૬૫
સગી જનેતાનો જાકારો સાંભળી શિખી એકલો ચાલ્યો જાય છે. કોઈ મહાન હેતુથી એનો ગૃહત્યાગ ઘેરાયેલો નથી. ક્યાં જવું છે,
ક્યાં પહોંચીને શું કરવાનું છે, તે પણ નક્કી નથી. ઉપર આભ અને નીચે ધરતી સિવાય એને અત્યારે એકે આધાર નથી. સંગીહીન, સોબતીહીન, આત્મીય જનથી હડધૂત થયેલો શિખી, એકાંત માર્ગે જતાં શું વિચાર કરતો હશે ?
એને એમ નહિ થતું હોય કે વિશ્વમાં બધે, નાના જંતુને પણ માતાનો ખોળો મળી રહે છે. સર્વ દુઃખો અને ભયો એકમાત્ર માતાના ખોળામાં માથું ઢાળી, ભૂલી જઈ શકે છે. માત્ર પોતે શિખી જ આવો દુર્ભાગી કેમ ?
શિખી ફરી ફરીને પોતાના મનને તપાસે છે. માતાને માટે પોતે કદી કોઈ પ્રકારનો દુર્ભાવ નથી સેવ્યો. માતાને જગતમાતા તરીકે જ પૂજી છે, પ્રશંસી છે. એ જ માતા બીજાનાં સંતાનો પ્રત્યે સ્નેહ-મમતા દર્શાવે છે. માત્ર પોતે જ એ બાબતમાં અપવાદરૂપ કેમ ?
કોઈ રીતે મનનું સમાધાન નથી થતું. સામે વિશાળ અરણ્ય પથરાયેલું છે. ક્યાં, કોણ આશ્રય આપશે ? “બેટા, તું આવ્યો ! એમ કહી અપાર્થિવ સ્નેહ કોણ સિંચશે ?”
સંસારમાં એકલા પર્યટન કરવા જેટલી યોગ્યતા હજી એનામાં નથી આવી. ભૂખ, તરસ વેઠવા એ તૈયાર છે, પરિશ્રમનો સામનો કરતાં ગાંજી જાય એવો નથી. ભય તો એનાથી સાવ અજાણ્યો છે. માત્ર એક પાતળો, અદશ્ય સ્નેહiતું કે જે સૌને પાછા ઘરભેગા થવા સતત ખેંચે છે, નિરાશામાં આશા અને ઉત્સાહ ભરે છે તે તંતુ જ તૂટી ગયો છે. શિખી જેવા સંસ્કારી કિશોરની આંખ આગળ અંધકાર તરવરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org