________________
“કુદરતનાં બળો ઉપર વિજય વર્તાવવામાં તો માણસે પોતાની શક્તિની કમાલ કરી બતાવી છે. પર્વતોના દુર્ગમદુર્ભેદ્ય શિખરોને વટાવીને આજે આપણે ગમે ત્યાં જઈ શકીએ છીએ. અરણ્યો અને મહાસાગરોને વીધવા એ તો રમતવાત થઈ પડી છે. દિલ્હીમાં બેઠા આપણે લંડનની ઘડિયાળના ટકોરા સાંભળી શકીએ છીએ.” પશ્ચિમના વિજ્ઞાનીની આ પ્રકારની આત્મશ્લાઘા સાંભળી એક પૌર્વાત્ય તત્ત્વવેત્તાએ કહેલું કે : “તમારી સંસ્કૃતિ ખરેખર ગજબની છે. તમે દરિયાના પાણીમાં માછલીની જેમ તરી શકો છો, હવામાં પંખીની જેમ ઊડી શકો છો, માત્ર માનવીની જેમ પૃથ્વી ઉપર કેમ જીવવું તે હજી તમને નથી સમજાયું.”
માણસે પોતાના કષાયો ઉપર કેવી રીતે વિજય વર્તાવવો, ક્રોધ અને આવેશમાંથી ક્ષમા અને કરુણાનું સંગીત કેમ ઉપજાવવું, લોભ-લાલચમાંથી નિ:સ્પૃહતા અને અપરિગ્રહતાનાં સ્વર્ગીય પુષ્પો કેમ પ્રગટાવવાં એ આપણે ભૂલી ગયા છીએ.
જ્યાં સુધી માનવી અંતર્મુખ નહિ બને - ઉપશમ અને મૈત્રીની શક્તિ નહિ કેળવે ત્યાં સુધી વિજ્ઞાનનું બળ, બાળકના હાથમાંની કાતિલ છરી જેવું જ ભયંકર રહેવાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org