________________
ખંડ પહેલો
(૧) ગુણસેન એના માતાપિતાનો લાડકવાયો હતો, તેટલો જ પ્રજાનો પણ લાડીલો યુવરાજ હતો. સંયમ અને વિનય એને જન્મથી જ વર્યા હતા. સ્વચ્છંદી મિત્રો, ખુશામતખોર દરબારીઓ અને રાજપ્રકરણી પ્રપંચીઓની છાયાથી તે સો ગાઉ દૂર રહેતો. એની માત્ર એક નબળાઈ હતી, એ જરા કીડાપ્રિય હતો. કૌતુક અને વિનોદમાં એને રસ પડતો.
જીવનમાં આનંદ-વિનોદને સ્થાન છે અને તે રહેવું જોઈએ. કેટલાકો તો એટલે સુધી કહે છે કે આનંદમાંથી જ આ જગત જન્યું છે અને આખરે આનંદમાં જ વિલીન થવાનું છે. માત્ર એ આનંદ નિર્દોષ હોવો જોઈએ. કોઈને પીડા ઉપજાવે, કોઈની વેરવૃત્તિને ઉશ્કેરે એવો એ આનંદ ન હોવો જોઈએ.
એક દિવસે ગુણસેન પોતાની ક્રીડાની મર્યાદા ભૂલ્યો. અગ્નિશર્મા નામના બ્રાહ્મણ યુવાનને જોતાં જ એનું કુતૂહલ વિરાટ રમણે ચડ્યું. અગ્નિશર્મા માણસ છે - માટીનું પૂતળું નથી, એને પણ હર્ષ-શોક અથવા સ્વમાન, પ્રતિષ્ઠા જેવું હોઈ શકે, એ વાત ગુણસેનના લક્ષ બહાર ચાલી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org