________________
પાંચ ભવવૈદ્ય જેવા શ્રમણો કહે છે કે એકલા આ ભવના જીવનની સમીક્ષા કરવાથી મૂળ નિદાન નહિ સૂઝે. ભવોની આખી પરંપરા તપાસવી પડશે. અનંતકાળનો યાત્રિક, માત્ર એક ભવના કારણ કે સંબંધોની ઘટમાળ તપાસતો બેસી રહે તો તેને કદી પણ જીવનદૃષ્ટિ ન જડે. જીવનને જોવાની-સમજવાની અને અંતિમ ધ્યેય સિદ્ધ કરવાની જેને થોડી પણ ધગશ હોય, તેણે આખી ભવપરંપરા તપાસવી જોઈએ. તો જ સંસારના અનેકવિધ કંકોમાં ભવ-ભવાંતરનાં અનેક બીજો છૂપાયેલાં દેખાય.
સમરાદિત્ય કથા એક ભવ કે એક જીવનની કથા નથી. નજીવા કૌતુક કે કુતૂહલમાંથી વેરનું કેવું સૂક્ષ્મ બીજ વવાય છે અને બીજી તરફ ઉગ્ર તપસ્વી પણ કસોટીની પળોમાં કેવો દીન-દુર્બળ બની જાય છે અને પછી વેર અને ઉપશમનાં સંઘર્ષણ-ચક્રો ભવ-ભવાંતર સુધી કેવા ચાલતાં રહે છે, તે આ કથાના વાંચનથી જણાશે. આ પુસ્તકમાં તો જોકે એ ચરિત્રોને થોડા ટૂંકાવવામાં આવ્યાં છે અને કેટલાક સીધા ઉપદેશો જતા કરવા પડ્યા છે, છતાં એ કથાના મૂળ આશયને જાળવી રાખવાનો દરેક પ્રયત્ન કરવામાં આવ્યો છે.
વેરથી વેર કદી નહિ શમે-વેરને શમાવવા ઉપશમ જ જોઈએ, એ શ્રમણ સંસ્કૃતિનો પ્રધાન સૂર છે. શ્રમણવૃત્તિ અને ઉપશમ વસ્તુતઃ એક જ વસ્તુના પર્યાયો છે. લોહીવાળું વસ્ત્ર સાફ કરવું હોય તો લોહીથી નહિ પણ નિર્મળ જળથી જ ધોવાવું જોઈએ. વેર-ક્રોધવિદ્વેષ ઉપર વિજય વર્તાવવો હોય, સ્વાર્થ-લોભ-મોહ જેવા કષાયોના કાંટા ખેંચી કાઢવા હોય તો મૈત્રી અને કરુણા, ઉપશમ તથા સવેગનો આશ્રય લીધા વિના બીજો કોઈ રાજમાર્ગ નથી. શ્રમણ-તપસ્વીઓએ ભવપરંપરાના મૂળ નિદાન તપાસ્યા પછી એ જ નિષ્કર્ષ કાઢ્યો છે. કથાઓમાં, ઉપદેશોમાં એમણે એ જ વાત જુદે જુદે રૂપે કહી છે.
સામાન્ય રીતે જોવાની સામે તેવા થવાની વાત આપણે કહીએ છીએ. શઠ કે સંતાનની સામે જો શકતા કે સેતાનિયત ન બતાવીએ તો જીવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org